જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું પ્રભારી મંત્રી દ્વારા નિરીક્ષણ કરાયું
જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુ બેરાએ જામનગર ખાતે રૂ.226 કરોડના ખર્ચે નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે બ્રિજના નિર્માણની પ્રગતિનું ઝીણવટભર્યું નિ
સૌરાષ્ટ્રના સૌથી લાંબા પુલની મુલાકાત


જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુ બેરાએ જામનગર ખાતે રૂ.226 કરોડના ખર્ચે નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે બ્રિજના નિર્માણની પ્રગતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કરી હતી. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરનાર આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન, મંત્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી બાંધકામની તકનીકી અને વહીવટી વિગતો મેળવી હતી.

આ અવસરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, અને સીટી એન્જિનિયર ભાવેશ જાની સહિતના મહાનગરપાલિકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંત્રીને બ્રિજની વ્યવસ્થા અને ગુણવત્તા અંગેની વિગતવાર માહિતી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande