પાટણના આશિષ કોમ્પ્લેક્સમાં છ દુકાનોમાં ચોરી, વેપારીઓમાં ભયનો માહોલ
પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.) પાટણના રેલવે ગરનાળા વિસ્તારમાં આવેલા દિવ્ય આશિષ કોમ્પ્લેક્સમાં એકસાથે છ દુકાનોના તાળા તૂટવાના બનાવથી વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. શિયાળાની શરૂઆત સાથે જ ચોરીઓનો સિલસિલો ફરી શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. તસ્કરો કોમ્
પાટણના કોમ્પ્લેક્સમાં એકસાથે છ દુકાનોમાં ચોરી, વેપારીઓમાં ભયનો માહોલ


પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.) પાટણના રેલવે ગરનાળા વિસ્તારમાં આવેલા દિવ્ય આશિષ કોમ્પ્લેક્સમાં એકસાથે છ દુકાનોના તાળા તૂટવાના બનાવથી વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. શિયાળાની શરૂઆત સાથે જ ચોરીઓનો સિલસિલો ફરી શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. તસ્કરો કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, તેમણે ચોરી કરતા પહેલા કેમેરાને ઢાંકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આ વિસ્તાર મુખ્ય માર્ગ પર હોવા છતાં, જ્યાં આખી રાત અવરજવર રહે છે અને પોલીસ પેટ્રોલિંગની કામગીરી હોવી જોઈએ ત્યાં વારંવાર ચોરીની ઘટનાઓ બનવી ચિંતાજનક છે. આ ઘટના પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે અને ખાસ કરીને દિવાળીની સિઝનમાં વેપારીઓએ દુકાનોમાં વિશાળ માત્રામાં માલસામાન ભરેલું હોવાને કારણે તેમની ચિંતામાં વધારો થયો છે.

ચોરીની ઘટનાને પગલે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ ઉઠાવી છે. તેમણે તહેવારના દિવસોમાં સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન સઘન પોલીસ પેટ્રોલિંગ અને પહેરો ગોઠવવાની અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande