સુરેન્દ્રનગર જિલ્લામાં રળોલ ખાતે વિકાસ રથને હોંશભેર આવકારતા ગ્રામજનો
સુરેન્‍દ્રનગર,8 ઓકટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ -2025ના પ્રારંભ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના રળોલ ગામે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. વિકાસ રથ પ્રથમ દિવસે ભલગામડા, ઘાઘરેટીયા, ગેડી, ટોકરાળા થઈ રળોલ ગામે પહોંચ્યો હતો, જ્યાં
સુરેન્દ્રનગર જિલ્લામાં રળોલ ખાતે વિકાસ રથને હોંશભેર આવકારતા ગ્રામજનો


સુરેન્‍દ્રનગર,8 ઓકટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ -2025ના પ્રારંભ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના રળોલ ગામે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. વિકાસ રથ પ્રથમ દિવસે ભલગામડા, ઘાઘરેટીયા, ગેડી, ટોકરાળા થઈ રળોલ ગામે પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનો દ્વારા વિકાસ રથને હોંશભેર આવકારવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 5-5 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત 7 જેટલા લાભાર્થીઓને આરોગ્ય અને આઇસીડીએસ વિભાગના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

રળોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય

,તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande