પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરની ચોપાટી ખાતે દરિયા કિનારે પાળી પર બેઠેલો એક યુવાન અકસ્માતે દરિયામા પડી જતા તેમનુ ડુબી જવાથી મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
પોરબંદર નજીકના પાંડાવદર ગામે રહેતો વેજા માલદે ઓડેદરા (ઉ.વ 34)નામનો યુવાન ચોપાટી ખાતે દદુના જીમ પાસે આવેલી પાળી પાસે બેઠો હતો, તે દરમ્યાન અકસ્માત દરિયમા પડી જતા તેમનુ ડુબી જવાથી મોત થયુ હતુ. આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી, આ બનાવને લઇ હાર્બર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya