અમરેલી, 8 ઓક્ટોબર (હિ.સ.) આજે અમરેલી ખાતે યોજાયેલા“યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ”રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી આ પહેલ યુવાનો માટે ખુબજ મહત્વપૂર્ણ છે, કારણ કે આજના સમયગાળા દરમિયાન રોજગારની સમસ્યાઓ અને સ્પર્ધા વધતી જ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને આવશ્યક કૌશલ્ય પ્રદાન કરીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.
કાર્યક્રમમાં તાલીમ, વર્કશોપ અને માર્ગદર્શન સત્રોનો સમાવેશ થાય છે, જે યુવાનોને ટેકનિકલ, વ્યવસાયિક અને નૈપુણ્ય સંબંધિત કુશળતાઓથી સજ્જ કરે છે. આ કૌશલ્ય સશક્તિકરણ દ્વારા યુવાનોને નોકરી કે સ્વ-રોજગારી માટે વધુ અવસરો પ્રાપ્ત થાય છે. રાજ્ય સરકારની આ પહેલ યુવાનોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ જાગૃત કરવા સાથે સાથે સમાજ અને રાજ્યના વિકાસમાં પણ મોટું યોગદાન આપે છે.
આ કાર્યક્રમ દ્વારા પ્રેરિત યુવાનો આગામી દિવસોમાં નવા વ્યવસાય શરૂ કરવા, નોકરી મેળવવા અને સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે સક્ષમ બનશે. એમ કહી શકાય કે આ પ્રકારની યોજનાઓ યુવા પેઢી માટે એક સફળતા અને વિકાસની દિશામાં પગલું છે.
-
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai