કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો: જિલ્લા કોંગ્રેસનો કલેક્ટરને આવેદનપત્ર, 'લાંચના ભાવપત્રક લગાવો'નો કટાક્ષ
મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં સતત ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યો છે. કોંગ્રેસના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને તંત્રમાં ચાલી રહેલી લાંચલુચપતની તપાસ કરવાની અને સંકળાયેલા ઉચ્ચ અધિક
કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો — જિલ્લા કોંગ્રેસનો કલેક્ટરને આવેદનપત્ર, 'લાંચના ભાવપત્રક લગાવો'નો કટાક્ષ


કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો — જિલ્લા કોંગ્રેસનો કલેક્ટરને આવેદનપત્ર, 'લાંચના ભાવપત્રક લગાવો'નો કટાક્ષ


મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં સતત ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યો છે. કોંગ્રેસના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને તંત્રમાં ચાલી રહેલી લાંચલુચપતની તપાસ કરવાની અને સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તાજેતરમાં મહેસૂલી વિભાગના એક ક્લાર્કને 9 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાના આધારે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, “જો એક ક્લાર્ક પાસે જ એટલી મોટી રકમ મળી રહી છે તો ઉચ્ચ સ્તરે કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી.”

કોંગ્રેસના નેતાઓએ કટાક્ષ કરતા કહ્યું કે, “કલેક્ટર કચેરીની બહાર સીધું ‘લાંચના ભાવપત્રક’ લગાવી દેવું જોઈએ જેથી જનતાને ખબર પડે કે કઈ ફાઇલ માટે કેટલો દર છે.” આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ફક્ત નાના કર્મચારીઓ પર નહીં પરંતુ મોટા અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય જેથી તંત્રમાં ભય અને પારદર્શિતા ઉભી થાય. જિલ્લા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande