વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત, કેપિટલ સિટી ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું
ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ સરકારી ઈમારતો શણગારાઈ ગાંધીનગર, 9 ઓક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૪ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા, જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું


ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું


ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું


ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું


ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું


ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ સરકારી ઈમારતો શણગારાઈ

ગાંધીનગર, 9 ઓક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૪ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા, જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહિવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમો રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને કલરફૂલ લાઈટીંગ કરવામાં આવ્યું છે.

જનભાગીદારીથી યોજાનાર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગરની વિવિધ સરકારી ઈમારતો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે, જેમાં ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર- દાંડી બ્રિજ,સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ ઈમારતો પર રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગ કરવામાં આવી છે. ગાંધીનગરના વિવિધ સ્થળોને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યા છે. સાથેસાથે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈને શૉપિગ ફેસ્ટીવલનું આયોજન કરાયુ છે, જેમાં કુડાસણ આઈ કોનિક રોડ સહિત અન્ય વિસ્તારોમાં પણ નયનરમ્ય રોશની કરવામાં આવી છે.આ નજારો જોઈ શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande