રાજપીપળા, 9 ઓકટોબર (હિ.સ.): નર્મદા સહિત સમગ્ર રાજ્યમાં 7 ઓક્ટોબરથી શરૂ થયેલી “વિકાસ સપ્તાહ–2025 ની ઉજવણી અંતર્ગત તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે પ્રાથમિક શાળામાં 08 ઓક્ટોબર, 2025ના રોજ જિલ્લા સંગઠન મંત્રીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ હતી.
જિલ્લાના દરેક તાલુકા અને ગામોમાં “વિકાસ રથ” દ્વારા રાજ્ય સરકારની લોકકલ્યાણકારી
યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તિલકવાડાના ભાદરવા ગામે વિકાસ રથનું આગમન થતાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલી શોર્ટફિલ્મ દ્વારા ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી
સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સૌ ઉપસ્થિતોએ એકસાથે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી. આ અવસરે “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” અભિયાન અંતર્ગત બાલ શક્તિ અને પૂર્ણા શક્તિ પેકેટ્સનું મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભાદરવા ગ્રામ પંચાયતના સરપંચ,તલાટી કમ મંત્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ,કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ