પાટણની દૂધ મંડળી ઉચાપત કેસમાં વૃદ્ધને દોષિત ઠેરવી પ્રોબેશન પર મુક્તિ
પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.): પાટણની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે 16 વર્ષ જૂના ઉચાપત કેસમાં 83 વર્ષીય વૃદ્ધને દોષિત ઠેરવી છ માસની સાદી કેદ અને ₹1000 દંડની સજા ફટકારી છે. જોકે, કોર્ટે તેમને તાત્કાલિક જેલમાં મોકલવાને બદલે ત્રણ માસ માટે પ્ર
પાટણની દૂધ મંડળી ઉચાપત કેસમાં વૃદ્ધને દોષિત ઠેરવી પ્રોબેશન પર મુક્તિ


પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.): પાટણની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે 16 વર્ષ જૂના ઉચાપત કેસમાં 83 વર્ષીય વૃદ્ધને દોષિત ઠેરવી છ માસની સાદી કેદ અને ₹1000 દંડની સજા ફટકારી છે. જોકે, કોર્ટે તેમને તાત્કાલિક જેલમાં મોકલવાને બદલે ત્રણ માસ માટે પ્રોબેશન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ દરમ્યાન તેમને સુલેહ-શાંતિ જાળવવી પડશે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહેવું પડશે.

આ કેસ પાટણ જિલ્લાના કણી ગામની દૂધ મંડળીમાં વર્ષ 2003થી 2006 વચ્ચે થયેલી ₹98,669ની ઉચાપત સંબંધિત છે. આમાં ₹96,797 હંગામી અને ₹1,871 કાયમી ઉચાપતનો સમાવેશ થાય છે. બનાવ સમયે આરોપીની ઉંમર 63 વર્ષ હતી. કોર્ટે ભારતીય દંડ સંહિતા કલમ 408 (વિશ્વાસઘાત) અને 465 (બનાવટ) હેઠળ દોષિત ઠેરવી છ-છ માસની કેદ અને ₹500-500ના દંડની સજા આપી હતી. દંડ ન ભરાય તો વધુ એક માસની કેદની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

સરકારી વકીલ સી.એલ. દરજીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આરોપીએ અંગત ઉપયોગ માટે મંડળીમાંથી રકમ ઉપાડી હતી.

જો કે, ઉલટ તપાસ દરમિયાન સાક્ષીએ કબૂલ્યું કે આરોપીએ પૈસા મંડળીને પરત કર્યા છે. કોર્ટે નોંધ્યું કે આરોપી વયોવૃદ્ધ છે, ચાલી શકે તેમ નથી, અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને 16 વર્ષીય ટ્રાયલ દરમિયાન ક્યારેય ફરાર થયા નહોતા. આ તમામ સંજોગોને આધારે તેમને પ્રોબેશનનો લાભ આપવો યોગ્ય ગણાયો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande