જૂનાગઢમાં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ, ટેકાના ભાવે ખરીફ પાકોમાં નોમીની ઉમેરવાની વિગતો જાહેર કરાઈ
જૂનાગઢ ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ખરીફ ઋતુમાં વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોમીનીનો ઉમેરો કરવા બાબતની વિગતો જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારએ ચાલુ ખ
જૂનાગઢમાં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ, ટેકાના ભાવે ખરીફ પાકોમાં નોમીની ઉમેરવાની વિગતો જાહેર કરાઈ


જૂનાગઢ ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ખરીફ ઋતુમાં વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોમીનીનો ઉમેરો કરવા બાબતની વિગતો જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારએ ચાલુ ખરીફ સીઝનમાં POS મશીનથી ખરીદી કરવાની ફરજિયાત કરેલ છે. ખરીદી સમયે આકસ્મિક યા અન્ય કારણોસર નોંધણી કરાવેલા ખેડુતો જાતે જો ખરીદ કેન્દ્ર ખાતે ન જઈ શકે તેમ હોય તો તેવા કિસ્સામાં અન્ય વ્યક્તિને મોકલવા માટે તેને નોમીની (પોતાની ગેરહાજરીમાં બીજા વ્યક્તિને મોકલવાના હોય તેવા વ્યક્તિ) તરીકે પોર્ટલ પર નિયુક્ત કરવાના રહે છે.

આ માટે જે તે નોમીનીનું નામ આધારકાર્ડની વિગતો સાથે ઉમેરવાનું રહેશે. આવા નિયુક્ત કરવામાં આવેલ નોમીનીનું ખરીદ કેન્દ્ર ખાતે બાયોમેટ્રિક આધારથી ઓથેન્ટીકેશન પ્રોસેસ કરવામાં આવશે. નોમીનીના નામનો ઉમેરો ખેડુત જાતે સીધા ઈ-સમૃદ્ધિ પોર્ટલ મારફત કરી શકે છે. ખેડૂત ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઈ. મારફત નોમીનીનું નામ ઉમેરો કરાવી શકે છે. નોંધણી કરાવેલ ખેડૂત વધુમાં વધુ ૩ નોમીનીના નામ ઉમેરી શકે છે. એક વ્યક્તિ વધુમાં વધુ ત્રણ ખેડૂતોમાં નોમીની તરીકે રહી શકશે. વી.સી.ઈ. મારફત નોમીનીના નામ ઉમેરવા ખેડૂતે નોંધણી વખતે દર્શાવેલ મોબાઇલ નંબર ઉપર વન ટાઈમ પાસવર્ડ/ઓ.તી.પી. આવશે, જે વી.સી.ઈ. ને આપવાનો રહેશે.

જાતે અથવા વી.સી.ઈ. મારફતે નોમીનીના નામ ઉમેરવા ખેડૂતે પોતાનો આધારકાર્ડ નંબર આપવાનો રહેશે. આ ઉપરાંત નોમીનીના નામ ઉમેરવા માટે ઉમેરવાના થતા વ્યક્તિના આધારકાર્ડ મુજબનું નામ અને આધારકાર્ડ નંબરની વિગતો પોર્ટલ ઉપર લખવાની રહેશે. આ માટે https://esamridhi.in/#/ આ વેબસાઈટ ઉપર સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વધુમાં ટેકાના ભાવે ખરીદી સારું નોમીની ઉમેરો કરાવવા બાબતે જણાવવાનું કે, આ નોમીનીના નામ ઉમેરવા ખુબ જ ઓછો સમય લે છે. આ અખબારી યાદી પ્રસિદ્ધ થયાના આગામી સાત દિવસમાં જે ખેડૂત જો અન્ય વ્યક્તિને ખરીદી સમયે મોકલવા માંગતા હોય તેવા ખેડૂતોએ જ આ ઉમેરો કરાવવો જરૂરી છે. ખેડૂતે ખરીદી શરૂ થાય તે પહેલાં તેમના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અદ્યતન કરાવવું હિતાવહ છે.

ચાલુ વર્ષથી ભારત સરકારશ્રી POS મશીન- આધાર વેરીફાઇ કરી ખરીદી કરનાર હોવાથી, ખેડૂત જાતે ન જઇ શકે તેવા કિસ્સામાં નોમીનીને મોકલવાના હોય તેવા વ્યક્તિનું નામ ઉમેરવું ફરજિયાત છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે આપના ગામના વી.સી.ઈ., તલાટી કમ મંત્રી ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande