અમરેલી,9 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી ખાતે આજે અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા ADCU હાટ પ્રદર્શન અને વેચાણ મેળાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ રાજ્યના ગ્રામ્ય વિકાસ અને સહકારી ક્ષેત્રમાં પ્રગતિના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હાટ પ્રદર્શનના ઉદ્દેશથી સ્થાનિક ઉત્પાદન અને ખેડૂતોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવવું છે, જેથી ખેડૂતોને સીધો લાભ મળે અને બજારમાં તેમની પહોંચ વધે.
શુભારંભ કાર્યક્રમમાં અમર ડેરીના અધ્યક્ષ અશ્વિન સાવલિયા, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતીપાનસુરીયા, અમરેલી APMCના અધ્યક્ષ શૈલેષ સંઘાણી, અમરેલી નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષાર જોષી, અને ઇફ્કોના સ્ટેટ માર્કેટિંગ મેનેજર એન.એમ. ગજેરા સહિત અન્ય સહકારી મોહનુભાવો ઉપસ્થિત રહ્યા.
અશ્વિન સાવલિયા દ્વારા કહ્યું કે આ હાટ પ્રદર્શન ખેડૂતો અને વેપારીઓ માટે એક સારો માધ્યમ છે, જેનાથી તેઓ પોતાના ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે અને બજારની કિંમત મળવાની ખાતરી કરી શકે છે. જયંતીભાઈ પાનસુરીયાએ જણાવ્યું કે આ પ્રકારની પહેલ સાથે સહકારી ક્ષેત્ર મજબૂત બને છે અને ગ્રામ્ય અર્થતંત્રમાં સુધારો થાય છે.
શૈલેષ સંઘાણી અને તુષાર જોષીએ પણ આ હાટ પ્રદર્શનને સફળ બનાવવા માટે સહકાર આપવાનો સંકલ્પ કર્યો. આ મેળામાં વિવિધ પ્રકારના ખેતી, ગૃહઉપયોગી અને સહકારી ઉત્પાદનોનું પ્રદર્શન થશે. આ ઉપરાંત, મેળામાં સ્થાનિક હસ્તકલા અને કારીગરો માટે પણ સ્થાન મુકવામાં આવ્યું છે, જેની પ્રશંસા સહકારી કાર્યક્ષેત્રમાં મોટા પાયે થઇ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai