જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકની 1249 આંગણવાડીઓમાં પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી
જુનાગઢ, 9 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ, આઈ.સી.ડી.એસ.શાખા,જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા, પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જીલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએપોષણ સંગમ જાગૃતિ દિવસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણ અને
આંગણવાડીઓમાં  પોષણ સંગમ જાગૃતિ


જુનાગઢ, 9 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ, આઈ.સી.ડી.એસ.શાખા,જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા, પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જીલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએપોષણ સંગમ જાગૃતિ દિવસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણ અને સ્વાસ્થ્ય વિશે સમુદાય સ્તરે મહત્તમ જાગૃતિ લાવી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.

આ કાર્યક્રમમા આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા દ્વારા પોષણ સંગમ કાર્યક્રમની રૂપરેખા, 10 પગથીયાં, CMAM & EGF વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પોષણ સંગમ કાર્ડ (1,2,૩ ), ICDS સેવાઓ, THRમાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન, અને પ્રિ-સ્કૂલ/પૂર્ણા કીટના માહિતીસભર સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ ઉપરાંત ગંભીર અને સામાન્ય કુપોષણ (SAM/MAM/SUW/MUW) માંથી સુધારો કરીને લીલા ગ્રેડમાં આવેલા બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કરાયા હતા. વાલીઓનું સન્માન, સુપોષિત થયેલા બાળકોના વાલીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જે અન્ય વાલીઓ માટે પ્રેરણારૂપ બન્યા. આ ઉપરાંત પોષણ શપથ , 8 મા રાષ્ટ્રીય પોષણ માસની 6 થીમ વિશે સમજણ આપવામાં આવી હતી. તેમજ બ્લોક કક્ષાના કર્મચારીઓ, કિશોરીઓ અને બાળકો દ્વારા પોષણ તથા સ્વાસ્થ્ય પર આધારિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

પોષણ સંગમ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્રો,પંચાયત હૉલ અને શાળાઓ માં યોજાયો હતો. જેમાં સ્થાનિક સરપંચો, અધિકારીઓ, આરોગ્ય, શિક્ષણ અને પંચાયત વિભાગના પ્રતિનિધિઓ તેમજ દૂધ સહકારી મંડળીના હોદ્દેદારો સહિત બાળ વિકાસ યોજના અધિકારી, તેમજ તેની કચેરીના મુખ્યસેવિકા,બ્લોકકો.ઓર્ડીનેટર,બ્લોક પી.એસ.ઈ,તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા વિવિધ અગ્રણીઓએ હાજરી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande