જૂનાગઢ રાજ્ય સરકાર દ્વારા યુવાનો અને મહિલાઓ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત – રાધિકા વ્યાસ
જૂનાગઢ, 9 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ -2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શિશપાલ રાજપુતના અધ્યક્ષ સ્થાને કારમેલ કોન્વેન્ટ સ્કૂલ જૂનાગઢ ખાતે યોજાયો હતો. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ર
જૂનાગઢ રાજ્ય સરકાર દ્વારા યુવાનો અને મહિલાઓ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત – રાધિકા વ્યાસ


જૂનાગઢ, 9 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ -2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શિશપાલ રાજપુતના અધ્યક્ષ સ્થાને કારમેલ કોન્વેન્ટ સ્કૂલ જૂનાગઢ ખાતે યોજાયો હતો.

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા રાધિકા વ્યાસનું ફર્ન લીયો રિસોર્ટમાં ગેસ્ટ એસોસિએટ સર્વિસમાં પસંદગી પામ્યા છે. તેમણે આ પ્રસંગે ચેરમેન ના હસ્તે રોજગાર એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યો હતો. તેમણે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહ અન્વયે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તે ખૂબ જ ગૌરવની વાત છે. રાજ્ય સરકાર દ્વારા યુવાનો અને મહિલાઓ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરી છે. જે માટે રાજ્ય સરકારનો હું આભાર માનું છું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande