જૂનાગઢ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શિશપાલ રાજપુતના અધ્યક્ષ સ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો
જૂનાગઢ,9 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય ,વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ- 2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શિશપાલ રાજપુતના અધ્યક્ષ સ્થાને કારમેલ ક
યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો


જૂનાગઢ,9 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય ,વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ- 2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શિશપાલ રાજપુતના અધ્યક્ષ સ્થાને કારમેલ કોન્વેન્ટ સ્કૂલ જૂનાગઢ ખાતે આજ રોજ યોજાયો હતો. ચેરમેન શિશપાલ રાજપૂતે અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ઓક્ટોબર ૨૦૦૧ના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા જ્યારે 2014 માં વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

તેમણે ઉમેર્યું હતું કે વિકાસ સપ્તાહના ભાગરૂપે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. યુવાનોને રોજગારી મળે એ માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.રાજ્યના છેવાડાના નાગરિકનો વિકાસ થાય,યુવાનોને રોજગારી મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં 4728 યુવાનોને રોજગારી આપવામાં આવી છે. આમ યુવાનોને રોજગારી મળે, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થાય અને ભારત આત્મનિર્ભર બને એ દિશામાં સંકલ્પબદ્ધ થઈને રાષ્ટ્રહિત માટે કામ કરવા તેમને અનુરોધ કર્યો હતો.

આ તકે મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર, રોજગાર એનાયત પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારી એન. જી. કુબાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે કાર્યક્રમની ટૂંકી વિગત અને જૂનાગઢ જિલ્લા આઈટીઆઈની સિદ્ધિઓ વિશે અવગત કર્યા હતા.આભાર વિધિ આઈ.ટી.આઈ ના નોડલ અને પ્રિન્સિપાલ જાળીયાએ કરી હતી. આ પ્રસંગે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું રાજ્ય કક્ષાનું જીવંત પ્રસારણ સૌ કોઈએ નિહાળ્યું હતું

આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, ધારાસભ્ય સંજયકોરડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવી ઠાકર,શહેર ભાજપ પ્રમુખ ગૈારવ રૂપારેલિયા સહિતના અધિકારીઓ, આઈટીઆઈના ઇન્સ્ટ્રકટરો, પ્રિન્સિપાલ, ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande