જુનાગઢ, ૯ ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની જાતો વિકસિત કરવામાં આવતી હોય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ ઇજનેરી અને મત્સ્યોદ્યોગમાં શિક્ષણ આપે છે. આ વર્ષે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે ધાણાના પાકમાં સોરઠ સુગંધા અને ચણાના પાકમાં ૩ જાત વિકસિત કરવામાં આવી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ધાણાની સુગંધિત અને વધુ ઉત્પાદન આપતી ગુજરાત ધાણા-૪ (સોરઠ સુગંધા) :-*
સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં રવિ ઋતુમાં ધાણા ઉપાડતા ખેડૂતોને ગુજરાત ધાણા-૪ (સોરઠ સુગંધા) જાતનું વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. આ જાતનું સરેરાશ ઉત્પાદન ૨૦૮૩ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર હોય છે. જે બીજી જાતો ગુજરાત ધાણા-૨ અને ગુજરાત ધાણા-૩ કરતા અનુક્રમે ૧૭.૨૯% અને ૦૮.૫૮% વધારે ઉત્પાદન માલુમ પડેલ છે.
આ જાતનો દાણો મધ્યમ, અંડાકાર અને ભૂખરા રંગનો હોય છે. આ જાત વહેલી પાકતી હોય છે અને તેના તેલમાં લીના’લોલનું પ્રમાણ (૬૮.૮૦%) વધારે હોવાથી સારી એવી સુગંધ ધરાવે છે. આ જાતો મોલો જીવાત સામે મધ્યમ પ્રતિકારક અને ભૂકીછારા રોગ સામે બીજી જાતો કરતા વધારે પ્રતિકારક જોવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ