અમદાવાદથી મહેસાણા સુધી કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથેની સ્મરણિય ટ્રેન મુસાફરી
મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.) આજરોજ અમદાવાદથી મહેસાણા સુધીની ટ્રેન મુસાફરી દરમિયાન કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે મુસાફરી કરવાનો અનોખો અવસર મળ્યો. મુસાફરી દરમિયાન રેલવેના વિકાસ કાર્યો, મુસાફરોની સુવિધાઓ અને ગુજરાતમાં ચાલી રહેલા રેલવે પ્ર
અમદાવાદથી મહેસાણા સુધી કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથેની સ્મરણિય ટ્રેન મુસાફરી


અમદાવાદથી મહેસાણા સુધી કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથેની સ્મરણિય ટ્રેન મુસાફરી


મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.) આજરોજ અમદાવાદથી મહેસાણા સુધીની ટ્રેન મુસાફરી દરમિયાન કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે મુસાફરી કરવાનો અનોખો અવસર મળ્યો. મુસાફરી દરમિયાન રેલવેના વિકાસ કાર્યો, મુસાફરોની સુવિધાઓ અને ગુજરાતમાં ચાલી રહેલા રેલવે પ્રોજેક્ટ્સ અંગે મંત્રીએ વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું કે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના રેલવે નેટવર્કને વધુ સશક્ત અને આધુનિક બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.મુસાફરી દરમિયાન સહયાત્રીઓએ પણ રેલ મંત્રી સાથે હળવી વાતચીત કરી અને પોતાના સૂચનો રજૂ કર્યા. મંત્રીએ સૌની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને રેલવે સેવા વધુ લોકમૈત્રી બને તે માટે સતત પ્રયત્ન ચાલુ રાખવાની ખાતરી આપી. સમગ્ર સફર દરમિયાન સહકાર્યકર્તાઓ અને રેલવે અધિકારીઓ વચ્ચે ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande