રાષ્ટ્રપતિની મુલાકાત પૂર્વે જાહેરનામું પ્રસિદ્ધ: સોમનાથના આસપાસના વિસ્તાર ''નો ફલાય ઝોન' તથા નો ડ્રોન ઝોન' જાહેર
ગીર સોમનાથ, 9 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ તા. ૧૦/૧૦/૨૦૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરની મુલાકાત લેશે. મહાનુભાવ ''બ્લુબુક'' મુજબની સુરક્ષા કવચ ધરાવતા હોવાથી મહાનુભાવના મુલાકાતવાળા સ્થળોને જાહેરનામું પ્રસિદ્ધ કરી ''''
રાષ્ટ્રપતિની મુલાકાત પૂર્વે જાહેરનામું પ્રસિદ્ધ: સોમનાથના આસપાસના વિસ્તાર ''નો ફલાય ઝોન' તથા નો ડ્રોન ઝોન' જાહેર


ગીર સોમનાથ, 9 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ તા. ૧૦/૧૦/૨૦૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરની મુલાકાત લેશે. મહાનુભાવ 'બ્લુબુક' મુજબની સુરક્ષા કવચ ધરાવતા હોવાથી મહાનુભાવના મુલાકાતવાળા સ્થળોને જાહેરનામું પ્રસિદ્ધ કરી ''નો ફલાય ઝોન' તથા નો ડ્રોન ઝોન' જાહેર કરવામાં આવ્યાં છે.

મહાનુભાવની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે, મહામહિમ રાષ્ટ્રપતીની ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત અન્વયે વેરાવળ તાલુકાના પ્રભાસપાટણ ખાતે આવેલ સોમનાથ મંદિર (20.887993 N, 70.40154 E) તથા તેની આસપાસના ૦૫(પાંચ) કિ.મી.ના વિસ્તારમાં ડ્રોન(UAV)નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ આ વિસ્તારને નો ફલાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરનામું તા.૧૦/૧૦/૨૦૨૫ના ૦૦:૦૦ કલાકથી ૨૪:૦૦ કલાક સુધી દિન-૦૧ માટે અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ–૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande