મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.): મોટરિંગ પબ્લિકની સગવડતા માટે મહેસાણા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી કચેરી દ્વારા પસંદગીના વાહન નંબરની ફાળવણી માટે ઓનલાઈન AUCTION (હરાજી) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચાર પૈડાવાળા પ્રાઈવેટ વાહનો માટે નવી સિરીઝ GJ02ER લોન્ચ કરવામાં આવી છે. ઇચ્છુક વાહન માલિકો parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને હરાજીમાં ભાગ લઈ શકશે.
હરાજી માટેનું ઓનલાઈન ફોર્મ 14 ઓક્ટોબર 2025ના સાંજે 4 વાગ્યાથી 16 ઓક્ટોબર 2025ના બપોરે 3:59 સુધી ભરવાનું રહેશે, જ્યારે બિડિંગ પ્રક્રિયા 16 ઓક્ટોબર સાંજે 4 વાગ્યાથી 18 ઓક્ટોબર સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. હરાજી બાદ વિજેતા અરજદારે 7 દિવસમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે અને નાણાં 5 દિવસની અંદર ચુકવવાના રહેશે.
આ સિરીઝમાં આકર્ષક ગોલ્ડન નંબરો (જેમ કે 1, 5, 7, 9, 111, 9999 વગેરે) અને સીલ્વર નંબરો (જેમ કે 10, 100, 222, 888, 1008, 1818 વગેરે)નો સમાવેશ થાય છે. અરજદારોને RBI દ્વારા નક્કી કરાયેલ ચાર્જ પણ ચુકવવાનો રહેશે. સમયમર્યાદા બાદની અરજીઓ માન્ય ગણાશે નહીં, એવી માહિતી મહેસાણા RTO દ્વારા આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR