હસનપુર ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ દ્વારા આઇસીડીએસ યોજનાના લાભાર્થીઓને પેકેટ વિતરણ
મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.) આજરોજ મહેસાણા જિલ્લાના વાલમ ઘટકના ઉમતા સેજાના હસનપુર ગામે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વિકાસ રથનું આગમન થયું. આ પ્રસંગે ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજિત કાર્યક્રમમાં આઇસીડીએસ (ICDS) યોજનાના અંતર્ગત બાલશક્તિ, માતૃશક્તિ અ
હસનપુર ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ દ્વારા આઇસીડીએસ યોજનાના લાભાર્થીઓને પેકેટ વિતરણ


હસનપુર ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ દ્વારા આઇસીડીએસ યોજનાના લાભાર્થીઓને પેકેટ વિતરણ


મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.) આજરોજ મહેસાણા જિલ્લાના વાલમ ઘટકના ઉમતા સેજાના હસનપુર ગામે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વિકાસ રથનું આગમન થયું. આ પ્રસંગે ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજિત કાર્યક્રમમાં આઇસીડીએસ (ICDS) યોજનાના અંતર્ગત બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના પોષણ પેકેટ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા.કાર્યક્રમ દરમિયાન ટીએચઆર (Take Home Ration) માંથી બનાવેલ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું, જેમાં સ્થાનિક મહિલાઓએ વિવિધ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત ખોરાક તૈયાર કરી રજૂ કર્યા. આ નિદર્શનથી ગ્રામજનોમાં સ્વસ્થ આહાર પ્રત્યે જાગૃતિ ફેલાઈ.તાલુકા કક્ષાના અધિકારીઓ, આંગણવાડી કાર્યકર્તાઓ, આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સકારાત્મક વાતાવરણમાં યોજાયો. અધિકારીઓએ સરકાર દ્વારા ચાલી રહેલી પોષણ અભિયાન અને વિકાસ યોજનાઓની માહિતી આપી તેમજ લાભાર્થીઓને તેનો વધુ ઉપયોગ કરવા પ્રેરિત કર્યા.હસનપુર ગામે યોજાયેલ આ વિકાસ સપ્તાહના કાર્યક્રમથી ગ્રામજનોમાં આરોગ્ય, પોષણ અને વિકાસ પ્રત્યે નવી જાગૃતિ ફેલાઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande