‘પોષણ ઉત્સવ-2025 નો મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ
ગાંધીનગર,9 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહી પોષણ, દેશ રોશન’ના સૂત્રને સાકાર કરવા તથા વિકસિત ભારત @2047 ના સ્વપ્નને સિદ્ધ કરવાના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૫”નો શુભારંભ કરવામાં આ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર,9 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહી પોષણ, દેશ રોશન’ના સૂત્રને સાકાર કરવા તથા વિકસિત ભારત @2047 ના સ્વપ્નને સિદ્ધ કરવાના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૫”નો શુભારંભ કરવામાં આવ્યો છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ પોષણ ઉત્સવનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આજનું બાળક દેશનું ભવિષ્ય છે, તેમને પોષણયુક્ત સ્વસ્થ આહાર આપવો ખૂબ જ જરૂરી છે. તંદુરસ્ત બાળ, તંદુરસ્ત સમાજની સંકલ્પનાને સાકાર કરવા પોષણ અભિયાનનો લાભ સર્વે લાભાર્થી સુધી પહોંચે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ વિવિધ પ્રકલ્પોનું આયોજન કરી રહ્યું છે. સ્વસ્થ શરીરથી સમૃદ્ધ સમાજના નિર્માણ માટે પોષણ એ પ્રથમ પગથીયું છે તેમ જણાવી સૌના ભવિષ્યને પોષણથી પ્રકાશિત કરવા મંત્રીએ આહ્વાન કર્યું હતું.

મંત્રીએ પોષણ ઉત્સવમાં શ્રેષ્ઠ રીતે સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, પોષણ ઉત્સવ ૨૦૨૪માં ૩.૫૨ લાખ લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જેની સામે આ વર્ષે પોષણ ઉત્સવ ૨૦૨૫માં ૫.૨ લાખ લાભાર્થીઓએ સહભાગી થયા છે. જે જન ભાગીદારીમાં આપસૌનો પોષણ પ્રત્યે ઉત્સાહ દર્શાવે છે. આ વર્ષે ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર સુધી ઉજવાતા પોષણ માસ અંતર્ગત સ્થૂળતા અંગે જાગૃતિ, પ્રારંભિક બાળ સંભાળ, પુરુષોની સહભાગિતા અને ‘વોકલ ફોર લોકલ’જેવા વિષયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

વડાપ્રધાનના સફળ પ્રયાસો થકી દેશમાં માળખાગત સુવિધાઓને વેગ મળે તે માટે જુદી જુદી ટેક્નોલોજીની મદદથી આવાસનું નિર્માણ થઈ રહ્યું છે. જે અંતર્ગત આજે અં

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહત્તાને ધ્યાનમાં રાખી અમારી સરકાર અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરી રહી છે. મહિલાઓ તથા બાળકોના પોષણ અને વિકાસ માટે અનેક યોજનાઓનું સુયોગ્ય અમલીકરણથી સહી પોષણ, દેશ રોશનના અભિગમને સાર્થક કર્યો છે. ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડમાં સિદ્ધિ હાંસલ કરી હંમેશા અગ્રેસર રહ્યું છે.

આ પ્રસંગે મંત્રીના હસ્તે વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ, વિકાસ સપ્તાહ ફિલ્મનું નિદર્શન, ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતા, ભૂલકા મેળો ૨૦૨૫ના વિજેતા અને પોષણ સંગમ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા અને મહાનગરપાલિકાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણના સમિતિના ચેરમેન હેમા ભટ્ટ, મહિલા કલ્યાણ નિયામક પુષ્પા નિનામા, GSPCના પ્રતિનિધિ ગૌતમ સાર્થક, ICDS પ્રભાગના અધિકારી, કર્મચારીઓ, યોજનાના લાભાર્થીઓ સહિત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો હાજર રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande