વેરાવળ એસ.ટી.ડેપો ખાતે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
ગીર સોમનાથ, 9 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળ એસ.ટી.ડેપો ખાતે ''સ્વચ્છતા હી સેવા'' અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે તે ઉપરાંત ''એક પેડ મા કે નામ'' અભિયાન અંતર્ગત ડેપોના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વેરાવળ એસ.ટી. ડેપોના મેને
વેરાવળ એસ.ટી.ડેપો ખાતે


ગીર સોમનાથ, 9 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળ એસ.ટી.ડેપો ખાતે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે તે ઉપરાંત 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત ડેપોના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ અભિયાનોને સાર્થક બનાવવા એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા, નાટકના માધ્યમથી જાગૃતિ અભિયાન, વૃક્ષારોપણ, મેડીકલ કેમ્પ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. આ થીમ સહિત મુસાફરોને સ્વચ્છતા અંગે સંદેશો આપી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનને સાર્થક બનાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત એસ.ટી.ડેપો ખાતે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં એસ.ટી.ના અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande