કેન્દ્રીય રેલ મંત્રી એ મહેસાણા ની મુલાકાત લીધી
મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.) આજરોજ મહેસાણા રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહેસાણા શહેરમાં તેમના આગમન પ્રસંગે ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલ
કેન્દ્રીય રેલ મંત્રી એ મહેસાણા ની મુલાકાત લીધી


કેન્દ્રીય રેલ મંત્રી એ મહેસાણા ની મુલાકાત લીધી


મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.) આજરોજ મહેસાણા રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહેસાણા શહેરમાં તેમના આગમન પ્રસંગે ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલ મંત્રીજીના આગમન સમયે “ભારત માતા કી જય” અને “મોદી-મોદી”ના ગુંજતા નારાઓ વચ્ચે મંત્રીએ સૌને અભિવાદન આપ્યું અને લોકકલ્યાણ માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે ટૂંકી ચર્ચા કરી.મહેસાણા જિલ્લાના વિકાસ માટે ચાલી રહેલા રેલવે પ્રોજેક્ટ, નવી પેસેન્જર સુવિધાઓ, સ્ટેશનના આધુનિકીકરણ અને નવો રેલ રૂટ શરૂ કરવાની શક્યતાઓ અંગે પણ મંત્રીએ સંકેત આપ્યા. સ્થાનિક નેતાઓએ મહેસાણાના રેલવે સંબંધિત કેટલાક મહત્વના પ્રશ્નો રજૂ કર્યા, જેના ઉકેલ માટે રેલ મંત્રીએ તાત્કાલિક વિચારણા કરવાનો આશ્વાસન આપ્યો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande