મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ ટ્રેડ શૉનું ઉદ્ઘાટન કર્યું
મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.) : ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નો ભવ્ય પ્રારંભ ગુરુવારે મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે ટ
મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ — મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ ટ્રેડ શૉનું ઉદ્ઘાટન કર્યું


મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ — મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ ટ્રેડ શૉનું ઉદ્ઘાટન કર્યું


મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ — મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ ટ્રેડ શૉનું ઉદ્ઘાટન કર્યું


મહેસાણા, 9 ઓક્ટોબર (હિ.સ.) : ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નો ભવ્ય પ્રારંભ ગુરુવારે મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસરે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.

અંદાજે 18 હજાર વર્ગમીટરના વિશાળ વિસ્તારમાં યોજાયેલા આ ટ્રેડ શૉમાં કૃષિ, ખાદ્ય પ્રોસેસિંગ અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના 400થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. ટોરેન્ટ, નિરમા, ONGC, અદાણી, સુઝલોન અને મારુતિ સુઝુકી જેવી અગ્રણી કંપનીઓએ પણ ભાગ લીધો છે. VGRCનો હેતુ ઇનોવેટર્સ, MSMEs, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સરકારી વિભાગોને એક મંચ પર લાવી “આત્મનિર્ભર ભારત” અને “હર ઘર સ્વદેશી”ના વિઝનને આગળ વધારવાનો છે. આ અવસરે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP)નું પણ આયોજન થયું, જે સ્થાનિક ઉદ્યોગોના વિકાસને નવી દિશા આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande