સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની રોશનીમય ઉજવણી: એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે
રાજપીપળા, 10 નવેમ્બર (હિ.સ.) : ભારતીય સંસ્કૃતિમાં પ્રકાશનું સ્થાન અંધકાર દૂર કરવાની સાથેઆધ્યાત્મિક ઉર્જા અને ઉત્સાહનું પ્રતિક માનવામાં આવે છે. વાર-તહેવાર કે ધાર્મિક ઉત્સવમાં પ્રકાશનું મહત્વ અડગ રહ્યું છે. આજના યુગમાં લાઈટિંગ એક આર્ટ બની ગયું છે અને
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે


રાજપીપળા, 10 નવેમ્બર (હિ.સ.) : ભારતીય સંસ્કૃતિમાં પ્રકાશનું સ્થાન અંધકાર દૂર કરવાની સાથેઆધ્યાત્મિક ઉર્જા અને ઉત્સાહનું પ્રતિક માનવામાં આવે છે. વાર-તહેવાર કે ધાર્મિક ઉત્સવમાં પ્રકાશનું મહત્વ અડગ રહ્યું છે. આજના યુગમાં લાઈટિંગ એક આર્ટ બની ગયું છે અને ભારતીય લાઈટિંગ શૈલીની ઝલક પેરિસના ‘ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ’ અને દુબઈના ‘લાઈટ ડોમ શો’માં જોવા મળે છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે ત્યારે એકતા નગર કલરફૂલ લાઈટિંગ્સના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે. પ્રકાશ પર્વના અવસરે એકતા નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે. જાણે

એકતા નગર દુલ્હનની જેમ શણગારાયુ છે. સમગ્ર વિસ્તારને વિવિધ રંગબેરંગી લાઈટિંગથી ભારતની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓની ઝાંખીઓથી શણગારવામાં આવ્યું છે. જ્યાં ભારતની વિવિધતામાં એકતાના દર્શન થાય છે.

182 મીટર દુનિયાની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાથી લઈને સરદાર

સરોવર ડેમ સુધી દરેક સ્થળે તિરંગા રંગમાં લેસર લાઈટિંગથી ઝગમગાટ છવાઈ છે. પ્રકાશના વિવિધ રંગો ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનું પ્રતિક બની ઊભા રહ્યા છે. સ્થાનિક કલાકારો અને શિલ્પકારોએપણ પોતાના હસ્તકલા કૃતિઓને લાઈટિંગના પ્રકાશ દ્વારા રજૂ કરી છે. આ લાઈટિંગમાં આધુનિક ટેક્નોલોજી સાથે પરંપરાગત ડિઝાઇનનો સુમેળ જોવા મળ્યો છે.

લાઈટિંગ અને ફોટોગ્રાફીનો સંબંધ એટલો અવિભાજ્ય છે કે, જ્યાં પ્રકાશ હોય ત્યાં કેમેરા સ્વયં

આકર્ષાય છે. ભારત પર્વમાં લાઈટિંગ સાથે પર્યટકોએ હજારો સેલ્ફી અને ફોટો મોબાઈલમાં કંડાર્યા છે.

લાઈટિંગથી શણગારેલ દરેક થીમ પોતાના અંદર કંઈક સંદેશો સમેટી રાખે છે, ક્યાંક રાષ્ટ્રીય એકતાનું પ્રતિબિંબ છે, તો ક્યાંક પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ઝલકે છે. નર્મદા નદીના નિર્મળ પ્રવાહ સમી આ પર્વની ઉજવણીમાં દેશના વિવિધ રાજ્યોની લોકકલા, લોકસંગીત, હસ્તકલા અને ભોજનની રસધાર વહેતી જોવા મળી છે. દરેક રાજ્યએ પોતાના પરંપરાગત વેશભૂષા અને કળા દ્વારા દેશની સંસ્કૃતિક સમૃદ્ધિને રજૂ કરી, જેનાથી એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના

જીવંત થઈ ઉઠી છે.આ ભાવનાને ઉજાગર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી ભારત પર્વની ભવ્ય ઉજવણી નર્મદા નદીના પવિત્ર કિનારે કરવામાં આવી છે.

આજના ડિજિટલ યુગમાં લાઈટ ફેસ્ટિવલ જેવા પ્રસંગો સેલ્ફી કલ્ચરનો ભાગ બની ગયા છે.

જ્યાં પર્યટકોને દરેક ફોટો પ્રકાશની, આનંદની અને ભારતીય સંસ્કૃતિની એક નવી વાર્તા કહે છે.

પ્રકાશ પર્વ પેવેલિયનમાં 5 પ્રકારની LED લાઈટિંગ ટેકનોલોજી દ્વારા ડેકોરેટિવ સુશોભન કરાયું:

એકતા પ્રકાશ પર્વ પેવેલિયનમાં LED લાઈટ્સ, RGB LED Neon Flex Strip લાઈટ્સ, કલરફૂલ લેસર પ્રોજેક્શન લાઈટ્સ, સ્માર્ટ સિન્ક્રોનાઈઝ્ડ લાઈટ્સ, સોલાર-પાવર્ડ લાઈટિંગથી રાજાશાહી શૈલીના આર્કિટેક્ચરમાં જોવા મળતી ફૂલોની નાજુક કઢાઈ, સુવર્ણ આલંકાર, ક્લાસિકલ આકારોની લાઈટિંગની કૃતિઓ એકતા દ્વારથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો સાત કિલોમીટરનો વિસ્તારની સ્ટ્રીટ લાઇટ, ગેન્ટ્રી મોટીફ્સ, સરકારી ઇમારતો, પર્યટન આકર્ષણો, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગતેમજ મુખ્ય માર્ગ પરના વૃક્ષો પર વિવિધ લાઈટિંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યું છે.

મુખ્ય માર્ગથી વેલી ઓફ ફ્લાવર્સ સુધીનો 530 મીટરનો માર્ગમાં સીલિંગ લાઈટ્સ, વિવિધ

પ્રકારની લાઈટિંગ આર્ટિકલ્સ અને થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ્સ સાથે ફોટોબૂથ્સ આકાશગંગાની ઝાંખી આપતી જોવા મળે છે. આ સાથે ઈસરોની મિશન ચંદ્રયાન, ઓપરેશન સિંદૂરની થીમ્સ, પક્ષીઓ, પ્રાણીઓ, કલાત્મક રૂપો, વૃક્ષો, ફૂલો, ધાર્મિક ચિહ્નો, ગ્રહો અને સૌરમંડળ આધ્યાત્મિક ભારતની અદભૂત સંકલ્પનાઓને પ્રકાશના રૂપમાં વ્યક્ત કરવામાં આવી હતી.

વેલી ઓફ ફ્લાવર્સ પેવેલિયનમાં 140 મીટર લાંબા વોક-વે નેગ્લો ટનલમાં વિવિધ થીમ

આધારિત કલરફૂલ લાઈટિંગથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન,ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા, સોમનાથ, દ્વારકા, ડાકોર જેવા વિવિધ ધાર્મિક સ્થળોની થીમ થી કૃતિઓ પ્રદર્શિત કરાઈ છે. સરદાર સરોવર ડેમ ખાતે ખાસ ડિઝાઇન કરાયેલ ડાયનેમિક ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેઝર શોનું આયોજન કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande