
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પરથી માટીની આડમાં છુપાવવામાં આવેલી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. પોલીસે ₹18,58,543/- મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપીની ધરપકડ કરી છે. આ દારૂ રાજસ્થાનથી મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો.
સાંતાાલપુર પોલીસ સ્ટાફે બાતમીના આધારે પીપરાળા ચેકપોસ્ટ પર ટ્રેલર રોકી તેની તપાસ કરી. ટ્રેલરના નીચેના ભાગમાં ખાસ બનાવેલા ચોર ખાનામાં 562 બોટલ વિદેશી દારૂ છુપાવવામાં આવી હતી, જેની કિંમત ₹8,48,918/- હતી.
પોલીસે દારૂ ઉપરાંત ₹10,00,000/-ના ટ્રેલર, ₹5,000/-નો મોબાઈલ, ₹3,170/- રોકડા અને ₹1,455/-ની માટી પણ જપ્ત કરી કુલ ₹18,58,543/-નો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી ગંગારામ હીરારામ કાસબારામ પવાર (રહે. રણોદર, તા. ચિતલવાના, જિ. જાલોર, રાજસ્થાન) છે. સાંતલપુર પોલીસ વધુ તપાસ હેઠળ ટ્રેલર માલિક રાજુરામ કરણારામ પવાર, માલ ભરાવનાર અજાણ્યો પીકઅપ ડ્રાઈવર અને મોરબીના અજાણ્યા માલ મંગાવનારને પકડવા માટે કામગીરી ચાલુ રાખી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ