
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ ખાતે હારીજ-બેચરાજી બાયપાસ હાઇવે પર રોડના નવીન કામ અને ખાડા પડવાથી ટ્રાફિક જામ સર્જાયો. ભારે અને લોડિંગ વાહનો બાયપાસનો ઉપયોગ ન કરી, મેઈન બજાર વિસ્તારમાંથી પસાર થતા હારીજ હાઇવે ચોકડી પર ચારેય દિશામાં લગભગ 1 કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી.
ટ્રાફિક જામની અસર સામાન્ય જનજીવન પર પડી હતી અને જટિલ સ્થિતિમાં એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. કામગીરીના કારણે રોડની કથળેલી સ્થિતિ અને મોટા ખાડા વાહનો માટે મુશ્કેલીરૂપ બન્યા હતા, જેના કારણે વાહનોનો વહેવાર સ્થગિત થઈ ગયો.
ટ્રાફિકની જાણ થતા તાત્કાલિક ટ્રાફિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. તેમની સઘન જહેમત અને વ્યવસ્થાપનથી કલાકોની જટિલ સ્થિતિ બાદ ધીમે ધીમે ટ્રાફિક દૂર કરવામાં આવ્યો અને વાહન વ્યવહાર ફરીથી સામાન્ય બન્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ