સિદ્ધપુર કાત્યોકનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો, મેળામાં આશરે ૯ લાખથી વધુ યાત્રિકોએ લીધો ભાગ
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર ખાતે દર વર્ષે સરસ્વતી માતાના પટમાં ભરાતો પરંપરાગત કાત્યાયની પૂર્ણિમાનો મેળો આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં રવિવારે સંપન્ન થયો. સાત દિવસ ચાલેલા આ મેળામાં આશરે ૯ લાખથી વધુ યાત્રિકોએ ભાગ લીધો હતો અને ૪ લાખથી વધુ તર્
સિદ્ધપુર કાત્યોકનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં રવિવારે સંપન્ન થયો, મેળામાં આશરે ૯ લાખથી વધુ યાત્રિકોએ ભાગ લીધો.


પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર ખાતે દર વર્ષે સરસ્વતી માતાના પટમાં ભરાતો પરંપરાગત કાત્યાયની પૂર્ણિમાનો મેળો આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં રવિવારે સંપન્ન થયો. સાત દિવસ ચાલેલા આ મેળામાં આશરે ૯ લાખથી વધુ યાત્રિકોએ ભાગ લીધો હતો અને ૪ લાખથી વધુ તર્પણ વિધિઓ સંપન્ન થઈ હતી. રવિવારે મેળાનો અંતિમ દિવસ હોવાથી ધર્મચક્રા અને માધુપાવડીયા વિસ્તારમાં શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી પડી હતી.

આ મેળો ધાર્મિક આસ્થાનો તો છે જ, સાથે સાથે આવકનો પણ એક મોટો સ્ત્રોત બની રહ્યો છે. દર વર્ષે અહીં નાના-મોટા વેપારીઓ, ફેરિયાઓ તથા સ્ટોલધારકો પોતાના ધંધા માટે આવે છે. મેળામાં રમકડાંના સ્ટોલ ધરાવતા રમેશભાઈ પટણીએ જણાવ્યું કે તેમને આ વર્ષે આશરે ₹૧.૨૫ લાખનો નફો થયો. પાણી પુરીના ફેરિયા પરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે સાત દિવસના મેળામાં તેમને ₹૬૦થી ₹૭૦ હજાર સુધીની કમાણી થઈ.

વેપાર ક્ષેત્રે નવા ઉમંગ સાથે જોડાયેલા ગજીબેન દેવીપૂજકે જણાવ્યું કે તેઓ પ્રથમવાર મેળામાં વેપાર માટે આવ્યા હતા અને મેળાના સમયગાળા દરમિયાન તેમને ₹૪૦થી ₹૪૫ હજાર સુધીનો નફો થયો. આ મેળો માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર ન રહી, પરંતુ સ્થાનિક લોકો માટે રોજગાર અને આવકનો સારો અવસર બની રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande