રાજ્યમાં વડોદરા સૌથી ઠંડું શહેર, અઠવાડિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી ગગડ્યો, હજુ 2થી 3 ડિગ્રી ગગડશે
અમદાવાદ, 10 નવેમ્બર (હિ.સ.) : રાજ્યમાં વડોદરા સૌથી ઠંડું શહેર,અઠવાડિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી ગગડ્યો, હજુ 2થી 3 ડિગ્રી ગગડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપ
રાજ્યમાં વડોદરા સૌથી ઠંડું શહેર,અઠવાડિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી ગગડ્યો


અમદાવાદ, 10 નવેમ્બર (હિ.સ.) : રાજ્યમાં વડોદરા સૌથી ઠંડું શહેર,અઠવાડિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી ગગડ્યો, હજુ 2થી 3 ડિગ્રી ગગડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. વડોદરામાં ગઈકાલે ઠંડીનો પારો સિઝનનો સૌથી લોએસ્ટ 14 ડિગ્રી નોંધાયો હતો. ઉત્તરના ઠંડા પવનોને કારણે ઠંડીનો પારો ગગડ્યો હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યો છે. વાદળો દૂર થતાં ભેજનું પ્રમાણ ઘટતાં અને સૂકા પવનો ફૂંકાતાં ઠંડીનો પારો ગગડ્યો છે.

છેલ્લા એક અઠવાડિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી ગગડ્યો છે. આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડાં શહેરોમાં વડોદરા, નલિયા, રાજકોટ, મહુવા (15 ડિગ્રીથી નીચે)નો સમાવેશે થાય છે. સિઝનમાં પહેલીવાર 14 ડિગ્રી તાપમાન સાથે વડોદરામાં સૌથી ઠંડું શહેર રહ્યું છે.

રાજ્યમાં આજે 21થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે મહત્તમ તાપમાન રહેશે. અમદાવાદમાં મહત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે ધોળકા, ગાંધીનગર અને મહેસાણામાં પણ ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. રાજ્યમાં સૌથી ઠંડું શહેર રાજકોટ રહેવાની સંભાવના છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેમાં પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતાં તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટા ભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande