
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.)અમદાવાદ ખાતે રામાનંદી ગુરુકુલમાં યોજાયેલી અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદની બેઠકમાં પાટણના વાસુદેવભાઈ સાધુને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી. આ બેઠક પરિષદના પ્રમુખ ચંદુભાઈ સાધુની અધ્યક્ષસ્થાને મળી.
બેઠકમાં મહાગુજરાત ચતુ:સંપ્રદાય વૈષ્ણવાચાર્ય સમાજ મધ્યસ્થ સંઘ, વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ, મહામંત્રી ગોપાલભાઈ વૈષ્ણવ, ટ્રસ્ટીગણ અને અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા. વાસુદેવભાઈ સાધુ પાટણમાં લીલીવાડી હોટલના માલિક છે.
તે ઉપરાંત, બનાસકાંઠા વિભાગના પ્રમુખ તરીકે વાસુદેવભાઈ સાધુનું અયોધ્યામાં ચાલી રહેલી રામકથામાં સન્માન કરવામાં આવ્યું. આ અવસરે ભુરિયા આશ્રમના મહામંડલેશ્વર ઘેવરદાસજી બાપુ, વઢિયાર વિભાગના નારસિંહભાઈ સાધુ અને સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ