જામનગરમાં લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ આયોજિત ૨૭ માં સમુહ લગ્નમાં કાલે ૨૧ નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડશે
જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : જામનગર સ્થિત લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ, લેઉવા પટેલ સમૂહલગ્ન સમિતિ તથા લેઉવા પટેલ મિત્રમંડળ, જામનગરના સંયુક્ત ઉપક્રમે સમાજને એક નવી દિશા આપતા ૨૭મા ભવ્ય સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનારા
લગ્ન સંબંધ


જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : જામનગર સ્થિત લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ, લેઉવા

પટેલ સમૂહલગ્ન સમિતિ તથા લેઉવા પટેલ મિત્રમંડળ, જામનગરના સંયુક્ત ઉપક્રમે

સમાજને એક નવી દિશા આપતા ૨૭મા ભવ્ય સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં

આવ્યું છે. આવતીકાલે યોજાનારા આ સમારોહમાં કુલ ૨૧ નવદંપતિઓ પ્રભુતામાં

પગલાં પાડી પોતાના નવજીવનની શાનદાર શરૂઆત કરશે.

ભવ્ય આયોજન જામનગરના લાલપુર બાયપાસ રોડ પર, શ્રીજી પાર્કની બાજુમાં અને

જિલ્લા પંચાયત કર્મચારીનગર પાછળ આવેલ ટ્રસ્ટ સંચાલિત નારણભાઈ માંડાભાઈ

વિરાણી સમાજવાડી (ખોડલ ગ્રીન) ખાતે કરવામાં આવ્યું છે. આયોજક ટ્રસ્ટ દ્વારા

મળતી માહિતી મુજબ, આ સમૂહલગ્નમાં જામનગર, રાજકોટ તથા સુરતના નવદંપતિઓ પણ

જોડાશે.

આ અવસર માત્ર લગ્નોત્સવ પૂરતો સીમિત ન રહેતા, તેની સાથે જ્ઞાતિની

૧૦ તેજસ્વી પ્રતિભાઓનું સન્માન અને એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરી

આયોજકોએ સમાજ સેવાનો ત્રિવેણી સંગમ રચ્યો છે. આ બે

દિવસીય ભવ્ય આયોજનની રૂપરેખા આપતા આયોજકોએ જણાવ્યું હતું કે, સમૂહલગ્નના

આગલા દિવસે એટલે કે આજે બપોરે ૩:૦૦ વાગ્યે પવિત્ર ગાયત્રી યજ્ઞનું આયોજન

કરવામાં આવ્યું હતુંં, જે બાદ સાંજે ૬:૦૦ વાગ્યે ભોજન સમારંભ યોજાશે.

લગ્નના

મુખ્ય દિવસે આવતીકાલે વહેલી સવારે ૦૫:૩૦ કલાકે જાન આગમનનો કાર્યક્રમ શરૂ

થશે. ત્યારબાદ બપોરે ૧૧:૩૦ કલાકે મુખ્ય ભોજન સમારંભ અને બપોરે ૦૧:૩૦ કલાકે

ક્ધયા વિદાયનો ભાવસભર કાર્યક્રમ યોજવામાં આવશે.

ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે દાતાઓનો ઉદાર હાથે સહયોગ પ્રાપ્ત થયો છે. આ

ભવ્ય સમારોહના આયોજનને સફળ બનાવવા માટે જામનગર શહેર, તાલુકા અને જિલ્લાના

વિવિધ ગામોના અસંખ્ય કાર્યકર્તાઓ ખડેપગે જહેમત ઉઠાવી રહ્યા છે.

​​​​​​​

અત્રે

ઉલ્લેખનીય છે કે, લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ દ્વારા માત્ર સમૂહલગ્ન જ નહીં,

પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક, સામાજિક અને પર્યાવરણ સંબંધિત વિવિધ

જનહિતના પ્રકલ્પો પણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande