સંશોધનકર્તા જયસ્વરૂપદાસ અંકલેશ્વર દ્વારા, અયોધ્યાના હનુમાનજીની મહત્વતા વર્ણવી
અયોધ્યા નગરીના રાજા એવા હનુમાનજી મહારાજ આજે પણ અહીં એક ગુફામાં બિરાજમાન છે હનુમાનજી અહીં એક ગુફામાં રહે છે રામ જન્મભૂમિ મંદિર અને રામકોટનું રક્ષણ કરે છે અહીં લંકાથી વિજયના પ્રતિકરૂપે લાવવામાં આવેલી નિશાનીઓ પણ આ મંદિરમાં રાખવામાં આવી છે હનુમાનજી
સંશોધનકર્તા જયસ્વરૂપદાસ અંકલેશ્વર દ્વારા અયોધ્યાના હનુમાનજીની મહત્વતા વર્ણવી


સંશોધનકર્તા જયસ્વરૂપદાસ અંકલેશ્વર દ્વારા અયોધ્યાના હનુમાનજીની મહત્વતા વર્ણવી


સંશોધનકર્તા જયસ્વરૂપદાસ અંકલેશ્વર દ્વારા અયોધ્યાના હનુમાનજીની મહત્વતા વર્ણવી


સંશોધનકર્તા જયસ્વરૂપદાસ અંકલેશ્વર દ્વારા અયોધ્યાના હનુમાનજીની મહત્વતા વર્ણવી


અયોધ્યા નગરીના રાજા એવા હનુમાનજી મહારાજ આજે પણ અહીં એક ગુફામાં બિરાજમાન છે

હનુમાનજી અહીં એક ગુફામાં રહે છે રામ જન્મભૂમિ મંદિર અને રામકોટનું રક્ષણ કરે છે

અહીં લંકાથી વિજયના પ્રતિકરૂપે લાવવામાં આવેલી નિશાનીઓ પણ આ મંદિરમાં રાખવામાં આવી છે

હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ છે

ભરૂચ 13 નવેમ્બર (હિ.સ.)

અયોધ્યામાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જે હનુમાન ગઢી નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરના રાજદ્વાર સામે આવેલી ઊંચી ટેકરી પર છે. કહેવાય છે કે, હનુમાનજી અહીં એક ગુફામાં રહે છે અને રામ જન્મભૂમિ મંદિર તથા રામકોટનું રક્ષણ કરે છે. હનુમાનજીને રહેવા માટે આ જગ્યા આપવામાં આવી હતી. સ્વયં પ્રભુ શ્રીરામે તેમને જણાવ્યું હતું કે, જે ભક્તો મારા દર્શન માટે અયોધ્યા આવશે તેમને પહેલા તમારી (હનુમાનજીની) પૂજા - અર્ચના કરવી પડશે.

અયોધ્યામાં આ મંદિર એક ટેકરી પર આવેલું હોવાથી મંદિર સુધી પહોંચવા માટે લગભગ 76 પગથિયાં ચડવા પડે છે. તે પછી ભગવાન હનુમાનજીની 6 ઇંચની ઊંચાઈ ધરાવતી પ્રતિમાના દર્શન થાય છે, જે ફૂલમાળાથી સુશોભિત હોય છે. મુખ્ય મંદિરમાં બાળ હનુમાનજી સાથે માતા અંજનીની મૂર્તિ પણ છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે, આ મંદિરમાં દર્શન કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મંદિરના પ્રાંગણમાં માતા અંજનીની બાળ હનુમાનજી સાથેની પ્રતિમા છે, જે માતા અંજનીના ખોળામાં બાળસ્વરૂપે બિરાજમાન છે. આ મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું તે અંગેની કોઈ ચોક્કસ વિગતો પ્રાપ્ત થતી નથી, પરંતુ કહેવાય છે કે, અયોધ્યા નગરી પર અનેકવાર આક્રમણ થયા અને તેનો પુનઃ વસવાટ થયો છતાં અહીં એક સ્થળ કાયમ મૂળ રૂપે ટકી રહ્યું છે, તે હનુમાન ટેકરી છે, જેને આજે હનુમાનગઢી તરીકે ઓળખવામાં આવે છે.

અહીં લંકાથી વિજયના પ્રતિકરૂપે લાવવામાં આવેલી નિશાનીઓ પણ આ મંદિરમાં રાખવામાં આવી છે, જેને આજે પણ ખાસ પ્રસંગોએ બહાર કાઢવામાં આવે છે અને અયોધ્યામાં અનેક જગ્યાએ આ નિશાનીઓની પૂજા કરવામાં આવે છે. સાથો - સાથ અયોધ્યાથી નજીક નાનકડા એવા છપૈયાપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ પ્રગટ થયા હતા. પ્રભુ બાલ્યાવસ્થામાં પોતાના પિતા ધર્મદેવ અને માતા ભક્તિદેવી સાથે અયોધ્યા નગરીમાં વસવાટ કરવા માટે આવ્યા ત્યારે દરરોજ હનુમાનગઢીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે જતા, હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ છે. આ વાતનો ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં નોંધાયેલો છે. હનુમાનગઢી મંદિરમાં સાક્ષાત્ બિરાજમાન, સૌના કષ્ટોને હરનારા એવા અંજનીપુત્ર હનુમાનજી મહારાજ આજે પણ ભક્તોના સંકલ્પો - મનોરથોને પરિપૂર્ણ કરી કષ્ટોમાંથી ઉગાડી રક્ષણ કરે છે. હનુમાનજી મહારાજ અયોધ્યા નગરીના રાજા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande