


ભરૂચ જિલ્લામાં એસઓજી પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું
અંકલેશ્વરના હેપ્પી કોમ્પલેક્ષમાં કોમ્પ્યુટર કલાસીસનો સંચાલક 10 થી 15 હજારમાં માર્કશીટ વેંચતો હતો
નકલી માર્કશીટો કોમ્પ્યુટર મળી 45 હજારનાં મુદામાલ સાથે જયેશ પ્રજાપતિની ધરપકડ કરી
ભરૂચ 13 નવેમ્બર (હિ.સ.) ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વરનાં એક કોમ્પલેક્ષમાં ચાલતા રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસમાં દરોડો પાડી ધો.10 અને 12ની અને આઈ.ટી.આઈ.ની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડી નકલી માર્કશીટો સાથે કોમ્પ્યુટર મળી 45 હજારના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
ભરૂચ એસઓજી પોલીસ મથકના પી.આઈ. એ.વી. પાણમીયાને બાતમી મળી હતી કે અંકલેશ્વરના હેપ્પી કોમ્પલેક્ષમાં ચાલી રહેલા રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસમાં નકલી માર્કશીટ બનાવી આપવામાં આવે છે.આ બાતમીના આધારે પીઆઈએ તેની ટીમ સાથે રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસમાં દરોડા પાડતા ધો.10 અને 12ની તથા આઈ.ટી.આઈ.ની નકલી માર્કશીટો મળી આવતાં કલાસમાં હાજર ગાર્ડનસીટી કોસમડી અંકલેશ્વરના રહીશ જયેશ કિશનલાલ પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યો હતો .જયારે તેના અન્ય સાથીદાર મિત્ર જેના નામ મળ્યા નથી તેવા દિલ્હીના વ્યકિતને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળ ઉપરથી ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના 15 હજાર રૂપિયા લેખે એક વિદ્યાર્થી પાસેથી મેળવી તથા ઓનલાઈન પેમેન્ટ 7500 માં કરાવી ડુપ્લીકેટ માર્કશીટ સર્ટીફીકેટ બનાવવામાં આવતું હોય તેવું કૌભાંડ ફલીત થતાં, નકલી ડુપ્લીકેટ માર્કશીટો, એક કોમ્પ્યુટર સી.પી.યુ. સાથે એક કલર પ્રિન્ટર તથા એક મોબાઈલ મળી 45 હજારના મુદામાલ સાથે જયેશ પ્રજાપતિની ધરપકડ કરી દિલ્હીના એક અજાણ્યા ઈસમને વોંન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી કરી છે.
બોક્ષ
ધો.10 અને 12 તથા આઈ.ટી.આઈ.ની માર્કશીટ એક અઠવાડિયામાં માત્ર 15 હજારમાં આપવામાં આવતી
ડીગ્રી પણ હવે નકલી મળી શકે છે. ધો.10 અને 12ની તેમજ આઈ.ટી.આઈ.ની માર્કશીટ વગર અભ્યાસે માત્ર રૂપિયા 15 હજારમાં મળી જતી હોય તો શિક્ષણ મેળવવાની શું જરૂર. આવુ જ એક કૌભાંડ એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડયું હતું આવું જ એક કૌભાંડ એક જ અઠવાડીયામાં નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતું હોવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું જેથી નકલી કલાસીસોથી પણ હવે ચેતવું જરૂરી બની ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ