કાલાવડમાં કિસાન પખવાડા ઉજવણી અંતર્ગત 64 કરોડની કૃષિ લોનનું વિતરણ
જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : બેંક ઓફ બરોડાના જામનગર રીજનલ કચેરી દ્વારા કાલાવડમાં કિસાન પખવાડા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. જેમાં કૃષિ વિકાસ અને ગ્રામ્ય આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન બેંકે ક
બેંક ઓફ બરોડા જામનગર રિજયન


જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : બેંક ઓફ બરોડાના જામનગર રીજનલ કચેરી દ્વારા કાલાવડમાં કિસાન પખવાડા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. જેમાં કૃષિ વિકાસ અને ગ્રામ્ય આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન બેંકે કુલ રૂ. 64 કરોડની કૃષિ લોનની મંજુરી આપી જેનો 152 કરતા વધુ ખેડૂતોને લાભ મળ્યો.

આ પ્રસંગે જનરલ મેનેજર મુખ્તાર સિંહ, ડેપ્યુટી જનરલ મેનેજર (બિઝનેસ ડેવલપમેન્ટ), સુશીલ કુમાર, રીજનલ મેનેજર દિવાકર ઝા, ડીઆરએમ નવિ સહા તેમજ અન્ય અધિકારીઓ, બેન્ક સ્ટાફ અને લાભાર્થી ખેડૂતોની ઉપસ્થિતીમાં વિવિધ લોન ખાતાઓ જેમ કે બીકેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) ખેતી અને સંબંધિત કાર્યો માટે આર્થિક સહાય, ફુડ એગ્રો લોન, બીએએચએફકેસીસી પશુપાલન અને ખેતીના સાધનો, ટ્રેકટર અને પાક લોન તેમજ ગામડાના વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે માઈક્રોફાઈનાન્સ અને એસએચજી લોન જેવી વિવિધ યોજના અંતર્ગત ખેડૂતોને જાગૃત કરવા અને તેમની સુવિધા માટે સફળ માર્ગદર્શન અપાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande