



અંબાજીનું મારબલ ઉચ્ચ ગુણવત્તા વાળું સાબીત થયુ, જિલ્લા કલેકટર એ પ્રશંસા વ્યક્ત કરી
અંબાજી, 13 નવેમ્બર (હિ.સ) : સંગેમરમરનો પથ્થર એક ઐતિહાસિક ખનીજ સમાન જ માનવામાં આવે છે. આ સંગેમરમર થી દેશ વિદેશ માં મોટા મંદિરો ને જેવા સ્મારકો બન્યા છે, આપણે જણાવી દઈએ કે ગુજરાતભરમાં આ સંગેમરમર એટલેકે માર્બલની ખાણો માત્ર શક્તિપીઠ અંબાજીમાં આવેલી છે, જ્યાં 30 ઉપરાંત ખાણો માંથી સફેદ સંગેમરમરનો પથ્થર નીકળે છે અંબાજીની ખાણો માંથી નીકળતો આ સફેદ માર્બલના પથ્થરની મોટી વિશેષતાઓ છે. આ પથ્થર મજબૂતીમાં હાર્ડ અને કેલ્શિયમ માત્રા થી ભરપૂર છે અંબાજી પંથકમાં એવું મનાય છે કે આ માર્બલની ખાણો 1000,થી 1200 વર્ષ પુરાણી છે ને આજે પણ ધરતીના પેટાળ માં સંગેમરમરનો પથ્થર એટલે કે માર્બલનો પથ્થર નો ખજાનો ધરબાયેલો પડ્યો છે ને ઉદ્યોગકારો આ પથ્થરને જાણે બરફી ના ચોસલા પાડી ને નીકળતા હોય તેમ આધુનિક મશીનથી આ માર્બલના બ્લોક નીકળતા હોય છે. એક ચર્ચા પ્રમાણે અયોધ્યામાં બનેલા રામ મંદિરના નિર્માણ કાર્યમાં જે બંસી પહાણ નોપથ્થર વપરાશ થયો છે ત્યાં આ માર્બલનો પણ ઉપયોગ થનારો હતો કારણ કે આ સફેદ માર્બલનું આયુષ્ય ઘણું લાંબુ અને ટકાઉ છે ગુજરાત કે દેશ જ નહિ પણ વિદેશો માં પણ અંબાજી ના આ માર્બલની ભારે બોલબાલા છે ને ત્યાં પણ અંબાજીના આ પથ્થર થી અનેક મંદિરો પણ નિર્માણ થયા છે ભલે પછી માઉન્ટ આબુના દેલવાડા ના દેરા હોય કે પછી શક્તિપીઠ અંબાજી નુ જ મંદિર હોય તે પણ અંબાજી ના માર્બલ માંથી જ બનેલા મંદિરો મનાય છે જે રીતે એક સર્વે પ્રમાણે તાજેતર માં અંબાજીના સફેદ આરસ પહાણમાં જે સિલિકોન ઓક્સસાઈડ કેલિશ્યમ ઓક્સસાઈડ જેવા તત્વોને લઇ અંબાજી માર્બલને G I ટેગ ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થયો છે જેમ ઉચ્ચ ક્વોલિટી વાળા સોનાના દાગીનામાં હોલમાર્ગ હોય છે તેમ અંબાજીના માર્બલને હજારો વર્ષની તપસ્ચર્યા બાદ G I ટેગ એટલે કે જીઓ ગ્રાફિકલ ઇન્ડીકેશન સર્ટિફિકેટ મળ્યું છે. જે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા જીયોલોજી વિભાગ, બનાસકાંઠા જિલ્લા કલેકટર સહીત રાજ્ય સરકારના ઉપક્રમ કહી શકાય તેવા ખાણખનીજ વિભાગના સાપ્તિ પણ આ ટેગ માર્બલ ઉદ્યોગને અપાવામાં સહભાગી થયો છે જે સાચા માર્બલની ખરાઈનો પુરાવાઓ આપે છે, આ GI જીઓ (ગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગ મળતા અંબાજીના માર્બલનો વેલ્યૂવેશન મોટા માર્કેટ માં ઘણી ઉંચી થઇ છે ને સાથે અંબાજી નો માર્બલ ઉચ્ચ ગુણવતા સભર હોવાનું પણ આ G I (જીઓ ગ્રાફિકલ ઇન્ડિકેશન)ટેગ સાબિત કરી બતાવે છે.
એટલુજ નહિ જે રીતે અંબાજીનો સફેદ મારબલ વિદેશો માં વખણાય છે તેમાં હાલ દિલ્લી ખાતે બની રહેલી અમેરિકન એમ્બેસીમાં તમામ સફેદ મારબલ અંબાજીનો ઉપયોગમાં લેવાઈ રહયો છે, જ્યારે સરકારે અંબાજી મારબલ ઉધોગને આટલી મોટી ઈજ્જત આપી છે તેમ કિરણભાઈ ત્રિવેદી (માર્બલ ઉઘોગપતિ) અંબાજી દ્વારા જણાવવા માં આવ્યું હતું, જ્યારે અંબાજી મારબલ ને જી આઈ ટેગ મળતા જિલ્લા કલેકટર મિહિર પટેલ એ પણ પ્રશંસા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ