ભાવનગર યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને પશ્ચિમ રેલવે વચ્ચે થયેલા સમજૂતી કરાર (MOU) અંતર્ગત ત્રણ રેલવે કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય વિતરણ
ભાવનગર 13 નવેમ્બર (હિ.સ.) યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને પશ્ચિમ રેલવે વચ્ચે થયેલા સમજૂતી કરાર (MOU) અંતર્ગત ભાવનગર મંડળ રેલ પ્રબંધક કચેરી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિયન બેંક તરફથી અવસાન પામેલા રેલવે કર્મચારીઓના આશ્રિ
કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય વિતરણ


ભાવનગર 13 નવેમ્બર (હિ.સ.) યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને પશ્ચિમ રેલવે વચ્ચે થયેલા સમજૂતી કરાર (MOU) અંતર્ગત ભાવનગર મંડળ રેલ પ્રબંધક કચેરી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિયન બેંક તરફથી અવસાન પામેલા રેલવે કર્મચારીઓના આશ્રિતોને આર્થિક સહાય રકમ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ કરારની મુખ્ય શરતો, લાભો અને વીમા સુરક્ષા સંબંધિત માહિતી વિગતવાર રજૂ કરી હતી. આ પહેલ રેલવે કર્મચારીઓને સામાજિક અને આર્થિક સુરક્ષા આપવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન અવસાન પામેલા કર્મચારી નરેન્દ્રસિંહ જે. ગોહિલ, કચેરી અધ્યક્ષ, ભાવનગર ટર્મિનસના આશ્રિતને અનુકંપા નિયુક્તિ પત્ર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા આપવામાં આવ્યું. સાથે જ મંડળ રેલ પ્રબંધક તથા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ દ્વારા નરેન્દ્રસિંહ ગોહિલના પરિવારજનોને રૂ. 1 કરોડ 15 લાખનો ચેક સંયુક્ત રીતે અર્પણ કરવામાં આવ્યો.

તે ઉપરાંત, ભાવનગર મંડળ કચેરીના કચેરી અધ્યક્ષ વિપિનભાઈ મકવાણા ના પરિવારજનોને ₹10 લાખની રકમ તથા ભાવનગર ટર્મિનસના કનિષ્ઠ ઈજનેર કિશોરસિંહના પરિવારજનોને પણ ₹10 લાખની રકમ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવી.

કાર્યક્રમની અધ્યક્ષતા મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ કરી હતી. આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા સહિત તમામ શાખા અધિકારીઓ તથા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિતમાં કરવામાં આવેલી આ પહેલ માત્ર આર્થિક સુરક્ષા પૂરતી નથી પરંતુ બેંક અને રેલવે વચ્ચેના સહકાર અને વિશ્વાસને પણ વધુ મજબૂત બનાવે છે.

કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી હુબલાલ જગનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને સંચાલન સહાયક કાર્મિક અધિકારી વાય. રાધેશ્યામ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં બેંક અને રેલવેના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande