
જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિશાળ જનઆક્રોશ જનસભા યોજવામાં આવી હતી. આ જનસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, સૌરાષ્ટ્ર પ્રભારી મંત્રી ભૂપેન્દ્રભાઈ મારવી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને ગુજરાત સરકારની નિષ્ફળતાઓ, ગેરવહીવટ તેમજ ખેડૂતોને અન્યાય કરવાની નીતિ-રીતિ અંગે આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતાં.
આ જનસભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ સ્વાગત પ્રવચન કરી જનસભાના આયોજન અંગે રૂપરેખા રજૂ કરી હતી. આ જનસભામાં પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર, જામનગર મહાનગરપાલિકા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા, વરિષ્ઠ આગેવાન ભીખુભાઇ વારોતરીયા પૂર્વ નેતા અને સિનિયર કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથરિયા, કોર્પોરેટરો, સંગઠનના પદાધિકારીઓ, કોંગ્રેસના કાર્યકર ભાઈઓ-બહેનો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt