સમગ્ર રાજ્યમાં સી.એમ. ડેશબોર્ડની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો ફરી એકવાર પ્રથમ ક્રમાંકે
ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ અને તેના અમલીકરણ અંગે થયેલ વિવિધ પાસાઓ અંગેની વિગતો મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર નિયમિત રીતે રાજ્યભરના જિલ્લાઓ દ્વારા અપડેટ કરવામાં આવે છે. રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધા
સમગ્ર રાજ્યમાં સી.એમ. ડેશબોર્ડની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો ફરી એકવાર પ્રથમ ક્રમાંકે


ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ અને તેના અમલીકરણ અંગે થયેલ વિવિધ પાસાઓ અંગેની વિગતો મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર નિયમિત રીતે રાજ્યભરના જિલ્લાઓ દ્વારા અપડેટ કરવામાં આવે છે.

રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોને ઘરઆંગણે જ તેમનો હક મળે તેવા મંત્રને લઈને ચાલતી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, વીજળી, કનેક્ટિવિટી, ખેતીવાડી વગેરે અંગે અમલમાં મૂકાયેલ યોજનાઓમાં મેળવેલી સિદ્ધિઓની રોજેરોજની વિગતો આ ડેશબોર્ડ પર અપલોડ કરવામાં આવે છે.

રાજ્યભરમાં ગીર સોમનાથ જિલ્લાએ પ્રજાકલ્યાણની આ યોજનાઓમાં ઉત્તમ કામગીરી દાખવી છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં સી.એમ. ડેશબોર્ડની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો ફરી એકવાર પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચાલતી અલગ-અલગ સરકારી યોજનાઓ સહિતની તમામ સરકારી કામગીરીઓના સુચારુ મોનિટરિંગ માટે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય ખાતેથી સી.એમ. ડેશબોર્ડ પોર્ટલ પર મોનિટરિંગ કરવામાં આવે છે.

ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના વડપણ હેઠળ આ પૂર્વે ગીર સોમનાથ જિલ્લો એકવાર પ્રથમ નંબરે આવ્યો હતો.

ત્યારબાદ વર્તમાન કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સતત પ્રજાલક્ષી કામગીરી, વિવિધ યોજનાઓ તથા સરકારી કામગીરીનો માસિક રિવ્યૂ લઈ ટૂંકાગાળામાં ગીર સોમનાથ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં ફરી એકવાર સરકારી કામગીરીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

સી.એમ. ડેશબોર્ડમાં જિલ્લાના અલગ-અલગ વિભાગોની રાજ્ય સરકારની યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે જેમાં મહત્વપૂર્ણ મહેસૂલી પ્રવૃત્તિઓ, મહત્વપૂર્ણ યોજનાઓ, જાહેર સેવાઓ, વિકાસના કામો અને અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આમ, ગીર સોમનાથ જિલ્લામાં વેગવાન બનેલી પ્રજાકલ્યાણની યોજનાઓનું પ્રતિબિંબ સી.એમ. ડેશબોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવીને ઝળક્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande