સરકારના ઐતિહાસિક કૃષિ પેકેજને આવકારતા ખેડૂત હમીરભાઈ બારડ
ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.) તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથના ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે ત્વરિત પગલા લીધા છે અને ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. લાટી ગામના ખેડૂત
સરકારના ઐતિહાસિક કૃષિ પેકેજને


ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.) તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથના ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે ત્વરિત પગલા લીધા છે અને ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. લાટી ગામના ખેડૂત હમીરભાઈ બારડે સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.

સૂત્રાપાડા તાલુકાના લાટી ગામના હમીરભાઈ કરશન બારડે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની તો બહુ જ થઈ છે. હજુ પણ ક્યાંક ખેતરોમાં પાણી ભરાયેલા છે. પાથરા અને પાક પલળી ગયો છે. જોકે, સરકારે જે રૂ. ૧૦.૦૦૦ કરોડનું આર્થિક કૃષિ પેકેજ જાહેર કર્યું છે. જેનાથી ખેડૂતોને ફાયદો થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande