બામણાસા થી જામવાળા ચેક પોસ્ટ વચ્ચે પેચવર્કની કામગીરી પ્રગતિમાં, કમોસમી વરસાદ બાદ માર્ગ દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં
ગીર સોમનાથ, 13 નવેમ્બર (હિ.સ.) કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલે શહેર તેમજ હાઇવે પરના ખરાબ થઈ ગયેલા રોડ-રસ્તા રીપેરીંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં
બામણાસા થી જામવાળા


ગીર સોમનાથ, 13 નવેમ્બર (હિ.સ.) કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલે શહેર તેમજ હાઇવે પરના ખરાબ થઈ ગયેલા રોડ-રસ્તા રીપેરીંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં રોડ-રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજ્ય માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાલાલા-જામવાળા રોડ પૈકી બામણાસા થી જામવાળા ચેક પોસ્ટ વચ્ચે જંગલ વિસ્તારમાં ખરાબ થઈ ગયેલા રોડ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તાલાલા જામવાળા રોડ પર પ્રવાસીઓની પણ અવરજવર રહેતી હોય છે. માર્ગો પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને અવર-જવરમાં મુશ્કેલી અનુભવાતી હતી પરંતુ માર્ગોની સપાટી પર ડામર પેચવર્ક કરી વાહનચાલકોને અનુકૂળ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande