રેડક્રોસ સોસાયટી-અમદાવાદ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે જુનાગઢમાં મીડિયાના કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
જૂનાગઢ, 13 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢમાં આજે રેડ ક્રોસ આઝાદ ચોકના ભવનમાં રેડ ક્રોસ સોસાયટી રાજય બ્રાન્ચ અમદાવાદ અને સરકારના માહિતી વિભાગના સંકલનથી રાજ્ય વ્યાપી અભિયાનના ભાગરૂપે જુનાગઢ ખાતે પત્રકારો માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. હાલ રેડક્રોસ સોસાયટી
રેડક્રોસ સોસાયટી-અમદાવાદ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે જુનાગઢમાં મીડિયાના કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો


જૂનાગઢ, 13 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢમાં આજે રેડ ક્રોસ આઝાદ ચોકના ભવનમાં રેડ ક્રોસ સોસાયટી રાજય બ્રાન્ચ અમદાવાદ અને સરકારના માહિતી વિભાગના સંકલનથી રાજ્ય વ્યાપી અભિયાનના ભાગરૂપે જુનાગઢ ખાતે પત્રકારો માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો.

હાલ રેડક્રોસ સોસાયટી દ્વારા દરેક જિલ્લામાં પત્રકારો માટે હેલ્થ સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.

ગયા વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા કર્મીઓ માટે આરોગ્ય તપાસ અભિયાનનો પ્રારંભ કરાવ્યો જેને ખૂબ સારો પ્રતિસાદ મળતા રેડ ક્રોસ સોસાયટી દ્વારા ચાલુ વર્ષે પણ આ મહત્વનું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

કામગીરીની સતત વ્યસ્તતા વચ્ચે મીડિયા ના પ્રતિનિધિ અને તંત્રીશ્રીઓ હેલ્થ પ્રત્યે પણ તકેદારી રાખે અને અગત્યના બધા જ ટેસ્ટ એક સાથે થઈ જાય તો તબીબી માર્ગદર્શન પણ લઈ શકાય એવા ઉપક્રમે આ મીડિયા હેલ્થ સ્ક્રિનિંગ કાર્યક્રમ રાજ્ય સરકારના માર્ગદર્શન અને સંકલનથી ચાલી રહ્યો છે. જેમાં રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદના મુખ્ય હોદ્દેદારો તેમજ દરેક જિલ્લા કક્ષાએ માનદ કાર્યકરો આયોજકો પણ સંકલન કરી રહ્યા છે.

જેના ભાગરૂપે મીડિયા કર્મીઓનું હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ એ માહિતી અને પ્રસારણ વિભાગ, રાજ્ય સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી એક સારો પ્રયાસ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં જનતા સમાચાર પહોંચાડવા માટે સતત કાર્યરત મીડિયા ક્ષેત્રના કર્મીઓ માટે તમામ પ્રકારના હેલ્થ રીપોર્ટસ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે.તા.૧૨-૧૧-૨૦૨૫ ના રોજ જૂનાગઢમાં આવેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦થી વધુ મીડિયાના મિત્રોએ ભાગ લીધો હતો. આ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પમાં પત્રકારો માટે ઈ.સી.જી., એક્સ રે, સંપૂર્ણ પ્રોફાઈલ બ્લડ રીપોર્ટ, બી ટવેલ, વીટામીન્સ, મિનરલ્સના ટેસ્ટિંગ દ હેલ્થ રીપોર્ટસ કરવામાં આવ્યા હતા. પત્રકારોએ રેડ ક્રોસ ની આ સેવાને આવકારી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રકારના કાર્યક્રમો થકી એક જ સ્થળે એક જ સમયે પત્રકાર મિત્રોને તમામ પ્રકારના હેલ્થ રીપોર્ટસ મળી રહે છે. જે અનુકૂળ છે. જરૂર પડે તબીબી માર્ગદર્શનમાં પણ ઉપયોગી નીવડે છે તેમ પત્રકાર મિત્રોએ કેમ્પમાં પ્રતિભાવ આપતા જણાવ્યું હતુંના અંતે જણાવ્યું હતું.

આ કેમ્પ માટે જુનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીની ટીમ તેમજ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીમાંથી અમદાવાદના સ્ટાફ મિત્રો, પ્રોજેક્ટ ચેરમેન શ્રી ખમીરભાઈ મજુમદાર, વાઈસ પ્રેસિડેન્ટશ્રી ડો.જે.પી.દવે, સ્ટેટ લેવલ કારોબારી સભ્ય શ્રી મનીષભાઈ આચાર્ય, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande