
જૂનાગઢ 13 નવેમ્બર (હિ.સ.) જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ એસઆઈઆર ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢના ઔદ્યોગિક એકમો ખાતે અવેરનેસ કેમ્પ યોજાયો હતો.
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અન્વયે સ્થળાંતર નોડલ ઓફિસરઅને લેબર કમિશનર ભડાણીયા તથા નાયબ મામલતદાર તથા સ્થાનિક બીએલઓ, સુપરવાઇઝરશ્રી અને સ્થાનિક બુથ લેવલ ઓફિસર દ્વારા ક્રિએટિવ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, બાદાણી કોર્પોરેશન, વર્ષા ઇન્ડસ્ટ્રી જેવા વિવિધ ઔદ્યોગિક એકમ ખાતે ઔદ્યોગિક કર્મચારી તથા ઔદ્યોગિક વર્કર્સ માટે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કેમ્પમાં ખાસ સધન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ ની માહિતી આપવામાં આવી હતી. તેમજ મતદારોએ ભરવાના થતા ગણતરી ફોર્મ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ મતદારોના પ્રશ્નો સાંભળી તેનું યોગ્ય માર્ગદર્શન દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ