તા.16 નવેમ્બરે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’ યોજાશે
સુરત, 13 નવેમ્બર (હિ.સ.): તા.16 નવેમ્બરે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’ યોજાશે. અપમૃત્યુ નિવારણ સહાય(અ.નિ.સ.) સંસ્થા દ્વારા રવિવારે બપોરે 3:30થી સાંજે 6:30 કલાક દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં સતત ત્રીજા વર્ષે સુરત સિટી પ
Surat


સુરત, 13 નવેમ્બર (હિ.સ.): તા.16 નવેમ્બરે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’ યોજાશે. અપમૃત્યુ નિવારણ સહાય(અ.નિ.સ.) સંસ્થા દ્વારા રવિવારે બપોરે 3:30થી સાંજે 6:30 કલાક દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં સતત ત્રીજા વર્ષે સુરત સિટી પોલીસના અધિકારી/કર્મચારીઓને સન્માનિત કરાશે.

આ કાર્યક્રમમાં બાળકો, મહિલાઓ તથા પરિવારોની સુરક્ષા, સેવા અને સમાજ કલ્યાણના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનારા સુરત સિટી પોલીસના અધિકારીઓ/કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે વેટરન એર માર્શલ પદ્માવતી બંદોપાધ્યાય (PVSM, AVSM, VSM, પદ્મ), ભારતીય વાયુસેનાની ગૌરવસભર પ્રથમ મહિલા એર માર્શલ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તેમજ અ.નિ.સ. સંસ્થાના અધ્યક્ષ મતિ ગીતા શ્રોફ તેમજ કમલેશ જોશી અને મતી નિયતિ વિજ સહિત પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande