
વલસાડ, 13 નવેમ્બર (હિ.સ.)-વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી પસાર થતા પારડી - નાનાપોંઢા રોડ કપરાડા થઇ નાશીક જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અગત્યનો છે. ચોમાસા વરસાદ દરમ્યાન આ રસ્તા પર અનેક જગ્યાએ ખાડા પડયા હતા. જે માટે મરામતની કામગીરીના ભાગ રૂપે માર્ગ અને મકાન (રાષ્ટ્રીય ધોરીમાર્ગ) વિભાગ, ભરૂચ દ્વારા ડામર થી ખાડાઓ પૂરવામાં આવતા રાહદારીઓને ઘણી રાહત થઈ છે. જિલ્લાના અન્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ માર્ગ અને મકાન (રાષ્ટ્રીય ધોરીમાર્ગ) વિભાગ, ભરૂચ દ્વારા મરામતની કામગીરી અવિરતપણે ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે