નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ, પ્રેસ કોન્ફરન્સમાં “યુનિટી માર્ચ” પદયાત્રાની વિસ્તૃત માહિતી આપી
નવસારી, 13 નવેમ્બર (હિ.સ.)-ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયના દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિતે સમગ્ર ભારતમાં “ યુનિટી માર્ચ” પદયાત્રાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન થઈ રહ્યું છે. જે અન્વયે જિલ્લા સેવા સદન સભા ખંડ ખ
Navsari


નવસારી, 13 નવેમ્બર (હિ.સ.)-ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયના દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિતે સમગ્ર ભારતમાં “ યુનિટી માર્ચ” પદયાત્રાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન થઈ રહ્યું છે. જે અન્વયે જિલ્લા સેવા સદન સભા ખંડ ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા “યુનિટી માર્ચ” પદયાત્રાની વિસ્તૃત માહિતી આપી હતી.

કલેકટર ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સમાં “ યુનિટી માર્ચ” પદયાત્રાની વિસ્તૃત વિગતો મીડિયાને આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સરદાર@150 યુનિટી માર્ચ (Sardar@150 Unity March) શરૂ કરી છે . જે લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિને સમર્પિત છે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો હેતુ યુવાનોમાં એકતા, દેશભક્તિ અને ફરજ ભાવનાને જાગૃત કરવાનો છે.. આ અભિયાન દ્વારા યુવાનોને એક ભારત અને આત્મનિર્ભર ભારતના આદર્શને અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ વધારવો, સમાજ પ્રત્યેની જવાબદારી વધારવા અને એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે.

તેમણે વધુમાં તેમણે ઉમેર્યું કે, સરદાર પટેલની 150 મી જન્મજયંતિ અંતર્ગત “ યુનિટી માર્ચ” પદયાત્રા નવસારી જિલ્લામાં દરેક વિધાનસભા પ્રમાણે પદયાત્રા યોજાશે. જે અંતર્ગત 175 નવસારી વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા ક્ક્ષા પદયાત્રા 16 /11/2025 સવારે 8:30વાગે ફુવારા સર્કલ થી ઇટાળવા સુધી ,177 વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં તા.17/11/2025ના રોજ સવારે 9:00 કલાકે સીતાપુર અંબાજી મંદિર થી ગાંધી મેદાન વાંસદા સુધી , 174 જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં તા.20/11/2025 ના રોજ સવારે 8:00 કલાકે ગાંધી કુટીર કરાડી થી દાંડી મંદિર અને 176 ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાં તા.21/11/2025ના રોજ સવારે 9:00 કલાકે નાંદરખા ગ્રામ પંચાયત થી સોમનાથ મંદિર બીલીમોરા ખાતે “યુનિટી માર્ચ” પદયાત્રા યોજાશે.

નવસારી વિધાનસભા મતવિસ્તારમાં યોજાનાર જિલ્લા કક્ષાની પદયાત્રાનો રૂટ ફુવારા સર્કલ થી ટાવર - જુનાથાણા સર્કલ - લુન્સીકુઇ - સર્કિટ હાઉસ ઇટાળવા સુધી યોજાશે .નવસારી જિલ્લામાં યોજાનાર પદયાત્રામાં પદાધિકારીઓ , અધિકારીઓ , શાળા કોલેજના વિધાર્થીઓ ભાગ લેશે . વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તથા નાગરિકોને ઉત્સાહપૂર્વક પદયાત્રામાં જોડાવા માટે કલેકટર તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ,અધિક નિવાસી કલેકટર વાય.બી .ઝાલા તથા નવસારી જિલ્લાના વિવિધ મિડીયા માધ્યમોના પત્રકારો મોટી ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande