સાંતલપુર વિસ્તારમાં રવિ સિઝનમાં નર્મદા કેનાલોની બેદરકારીથી ખેડૂતો પર દબાણ
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)સાંતલપુર વિસ્તારમાં આશરે બે હજાર એકર જમીન રવિ સિઝન માટે નર્મદા કેનાલના પાણી માટે તરસી રહી છે. રવિ સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા મુખ્ય કેનાલો અને માયનોર કેનાલોનું સમારકામ અને સફાઈ કરવામાં આવી નથી. ગત મહિને ભાર
સાંતલપુર વિસ્તારમાં રવિ સિઝનમાં નર્મદા કેનાલોની બેદરકારીથી ખેડૂતો પર દબાણ


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)સાંતલપુર વિસ્તારમાં આશરે બે હજાર એકર જમીન રવિ સિઝન માટે નર્મદા કેનાલના પાણી માટે તરસી રહી છે. રવિ સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા મુખ્ય કેનાલો અને માયનોર કેનાલોનું સમારકામ અને સફાઈ કરવામાં આવી નથી.

ગત મહિને ભારે વરસાદને કારણે ચોમાસુ સિઝન નિષ્ફળ ગઈ હતી, જેના કારણે ખેડૂતોનો મુખ્ય આધાર રવિ સિઝન પર હતો. પરંતુ, મઢુત્રા અને રોઝુ માયનોર સહિત અનેક માયનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલો હજુ પણ તૂટેલી અને રિપેરિંગ વગરની હાલતમાં છે.

નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોને પાણી મળી રહ્યું નથી અને ચોમાસુમાં નુકસાન બાદ હવે રવિ સિઝનમાં પણ પાક માટે પાણીના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande