
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)ઘરમોડાથી ચંદુમાણા સુધીના ૮ કિલોમીટર લાંબા રોડનું રીશરફિંગ કાર્ય શરૂ થયું છે. છેલ્લા આઠ વર્ષથી આ માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રોડની સાઇડો તૂટી જવી અને મોટા ખાડા પડવાના કારણે અકસ્માતની શક્યતા વધી ગઈ હતી.
સેંઢાલ, ખારી, ધારીયાલ અને ચંદુમાણા ગ્રામ પંચાયતના સરપંચોએ મળીને તંત્ર સમક્ષ આ રોડના નવીનીકરણ માટે રજૂઆત કરી હતી. રજૂઆતને અનુસરી તંત્ર દ્વારા અંતે કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ રોડનું રીશરફિંગ શરૂ થતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી છે. આ કામગીરી પૂર્ણ થતાં વાહનવ્યવહાર સરળ બનશે અને અકસ્માતનું જોખમ ઘટશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ