શ્વેત ક્રાંતિથી રાષ્ટ્ર ક્રાંતિ તરફ પ્રયાણ: અમિત શાહના વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ
મહેસાણા, 13 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બોરીયાવી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી શ્રી મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલ તથા ખેરાલુ ખાતેના સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પ
શ્વેત ક્રાંતિથી રાષ્ટ્ર ક્રાંતિ તરફ પ્રયાણ — અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ


શ્વેત ક્રાંતિથી રાષ્ટ્ર ક્રાંતિ તરફ પ્રયાણ — અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ


શ્વેત ક્રાંતિથી રાષ્ટ્ર ક્રાંતિ તરફ પ્રયાણ — અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ


મહેસાણા, 13 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બોરીયાવી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી શ્રી મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલ તથા ખેરાલુ ખાતેના સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

અમિતભાઈ શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આતંકવાદ વિરુદ્ધ લડતમાં વિશ્વસ્તરે આગેવાન બન્યો છે. સહકારી આગેવાનોની મહેનતથી ખેડૂતો અને ગામડાઓ માટે સમૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા છે. ખેરાલુના ઓર્ગેનિક પ્લાન્ટથી ખેડૂતોની આવક સાથે નાગરિકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતની તાસીર પ્રબળ રાષ્ટ્રભાવનાની રહી છે. મોતીભાઈ ચૌધરીના નામે સ્થાપિત આ સૈનિક સ્કૂલ ભાવિ પેઢીને રાષ્ટ્રહિત માટે તૈયાર કરશે. સાથે જ દૂધસાગર ડેરી અને બનાસ ડેરી સહકારી ક્ષેત્રના આદર્શ મોડેલ છે.

આ પ્રસંગે સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે “શ્વેત ક્રાંતિથી રાષ્ટ્ર ક્રાંતિ” તરફનું આ પગલું ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે પ્રેરણાદાયી છે. કાર્યક્રમમાં અનેક આગેવાનો અને ખેડૂત-પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande