સુરતના આઉટર રિંગ રોડના કામ માટે સુરતે રાજ્ય સરકાર પાસે 400 કરોડ માંગ્યા
સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : સુરત શહેરના મહત્વપૂર્ણ આઉટર રિંગ રોડ પ્રોજેક્ટની કામગીરી ઝડપી ગતિથી પૂર્ણ થાય તે માટે શહેરનાં પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર સમક્ષ તાકીદની રજૂઆત કરી છે. મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ અને મનપા કમિશનર શાલિની અગ્રવાલ
Surat


સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : સુરત શહેરના મહત્વપૂર્ણ આઉટર રિંગ રોડ પ્રોજેક્ટની કામગીરી ઝડપી ગતિથી પૂર્ણ થાય તે માટે શહેરનાં પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર સમક્ષ તાકીદની રજૂઆત કરી છે. મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ અને મનપા કમિશનર શાલિની અગ્રવાલએ ગાંધીનગર ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરી હતી, જ્યાં પ્રોજેક્ટ માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી છે.

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કુલ 17.31 કિ.મી. ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે. આ ભાગને વિકસાવવા માટે કુલ ₹486 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. રોડ વર્ક, વ્હીકલ અંડરપાસ, ડી-સ્ટ્રક્ચર અને ફ્લાયઓવર બ્રિજ જેવી મુખ્ય કામગીરી અગાઉનાં વર્ષોમાં પૂર્ણ થવી જોઈએ હતી, પરંતુ હજી ઘણી જગ્યાએ કાર્ય ચાલુ છે.

પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે તે જરૂરી હોવાથી શાસકો દ્વારા ₹300થી 400 કરોડની ગ્રાન્ટ તાકીદે રીલીઝ કરવા માટે નાણામંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande