સુરતનો 25 વર્ષીય ટેનિસ સ્ટાર માનવ ઠક્કર, વિશ્વ ટેબલ ટેનિસના ટોપ 35માં સ્થાન મેળવનાર ૫મો ભારતીય
સુરત, 13 નવેમ્બર (હિ.સ.): ગુજરાતના સ્ટાર પેડલર 25 વર્ષીય માનવ ઠક્કરની કારકિર્દીમાં વધુ એક યશકલગી ઉમેરાય છે. સુરતના યુવા ટેનિસ ખેલાડીએ, વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં ટોપ 35માં સ્થાન મેળવી વિશ્વ ફલક પર દેશ-રાજ્યનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ટોપ ૩૫માં
Surat


સુરત, 13 નવેમ્બર (હિ.સ.): ગુજરાતના સ્ટાર પેડલર 25 વર્ષીય માનવ ઠક્કરની કારકિર્દીમાં વધુ એક યશકલગી ઉમેરાય છે. સુરતના યુવા ટેનિસ ખેલાડીએ, વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં ટોપ 35માં સ્થાન મેળવી વિશ્વ ફલક પર દેશ-રાજ્યનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ટોપ ૩૫માં સ્થાન મેળવનાર માનવ ત્રીજો પુરુષ ખેલાડી અને પાંચમો ભારતીય પેડલર બન્યો છે.

ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન(ITTF)ના 2025ના 46મા સપ્તાહ માટેના તાજેતરમાં જ જાહેર થયેલા ક્રમાંક મુજબ માનવ ઠક્કરે નવા 35મા ક્રમ સાથે ત્રણ ક્રમની આગેકૂચ કરી છે. આ સિદ્ધિ સાથે માનવ ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ એ.શરથ કમાલ, જી. સાથિયાન, જા અકુલા અને મનિકા બત્રાની હરોળમાં આવી ગયો છે.

સુરતના ટેનિસ પ્લેયર માનવે જણાવ્યું હતું કે, મેં દરેક તબક્કે મારી રમતના દરેક પાસાઓમાં સુધારો કરવાનું જ ધ્યેય રાખ્યું છે. એ જ રીતે વર્ષ 2021માં વિશ્વ રેન્કિંગમાં 150ના ક્રમથી કરેલી શરૂઆત બાદ આજે ટોપ 35માં સ્થાન મેળવી શકયો છું. હાલ જ વાયરલમાંથી સ્વસ્થ થયા બાદ હું આવનારી ઓમાન WTT સ્ટાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આશાવાદી છું.

માનવે વર્ષ 2025માં વિશ્વના ટોચના ખેલાડીઓ સામે સંખ્યાબંધ રોમાંચક મેચો સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેમાં ચેન્નાઈ ખાતેની WTT સ્ટાર કન્ટેન્ડરમાં ભૂતપૂર્વ 15મા ક્રમાંકિત કોરિયન ખેલાડી લિમ જોંગહૂન, યુરોપિયન સ્મેશમાં જાપાનના વિશ્વના 23મા ક્રમાંકિત શિન્ઝોઉકા હિરોટો, વિશ્વના ચોથા ક્રમના ટોમુકાઝુ હારિમોટો તથા 16મા ક્રમના એન જેહ્યુન(કોરિયા) સામેની વિવિધ મેચોનો સમાવેશ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande