નેત્રંગના મુમુક્ષુ અંકિત પ્રજાપતિ બની ગયા, સંયમી અહોભાવ સુંદરવિજયજી મ.સા.
-મુંબઈ જુહુ ખાતે બૌધિક ત્યાગની ભવ્ય વરસીદાનની શોભાયાત્રા નીકળી હતી -આચાર્ય વિજયરત્નસુંદરસુરીશ્વર મ.સા. એ રજોહરણ આપતા પ્રભુ સાથે મિલનનો આનંદ થયો -નેત્રંગ સહિતના ભક્તોએ અશ્રુભીની આંખે આપી સંયમીને વિદાય ભરૂચ 13 નવેમ્બર (હિ.સ.) નેત્રંગ નગરના આંગણે
નેત્રંગના મુમુક્ષુ અંકિત પ્રજાપતિ બની ગયા સંયમી અહોભાવ સુંદરવિજયજી મ.સા.


નેત્રંગના મુમુક્ષુ અંકિત પ્રજાપતિ બની ગયા સંયમી અહોભાવ સુંદરવિજયજી મ.સા.


નેત્રંગના મુમુક્ષુ અંકિત પ્રજાપતિ બની ગયા સંયમી અહોભાવ સુંદરવિજયજી મ.સા.


નેત્રંગના મુમુક્ષુ અંકિત પ્રજાપતિ બની ગયા સંયમી અહોભાવ સુંદરવિજયજી મ.સા.


નેત્રંગના મુમુક્ષુ અંકિત પ્રજાપતિ બની ગયા સંયમી અહોભાવ સુંદરવિજયજી મ.સા.


-મુંબઈ જુહુ ખાતે બૌધિક ત્યાગની ભવ્ય વરસીદાનની શોભાયાત્રા નીકળી હતી

-આચાર્ય વિજયરત્નસુંદરસુરીશ્વર મ.સા. એ રજોહરણ આપતા પ્રભુ સાથે મિલનનો આનંદ થયો

-નેત્રંગ સહિતના ભક્તોએ અશ્રુભીની આંખે આપી સંયમીને વિદાય

ભરૂચ 13 નવેમ્બર (હિ.સ.) નેત્રંગ નગરના આંગણે વધુ એક વિભૂતિનો જન્મ થયો છે .અંકિત પ્રજાપતિ તેમના સંયમી જીવનનો માર્ગ અપનાવતા આજે મુંબઈ જુહુ ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો.જેમાં આચાર્ય વિજયરત્નસુંદર સુરશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી અંકિત પ્રજાપતિ તેમના સંયમી જીવનમાં અહોભાવ સુંદરવિજયજી મ.સા.ના નામથી દીક્ષા લીધી છે ત્યારે આ મહોત્સવમાં ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો જોડાયા હતા.

વસંત પ્રજાપતિ દ્વારા તેમના પુત્ર અંકિતના સંયમી જીવનમાં પગરણ માંડતા પહેલા મુંબઈ ખાતે બૌધિક ત્યાગની ભવ્ય વરસીદાનની શોભાયાત્રા કરવામાં આવી હતી જેમાં જૈનમ જયતિ શાશનમ તેમજ હર્ષ હર્ષ ના નારા ગુંજી ઊઠ્યા હતા.ત્યારબાદ રાત્રે વિદાય સંભારંભ યોજાયો હતો.

આ આજરોજ સવારે વિજય તિલક પછી દીક્ષાની વિધિ યોજાઇ હતી અને સાધુ જીવનમાં વાપરવાના ઉપકરણની બોલી લગાવવામાં આવી હતી .નેત્રંગના ભાવિક ભક્તો દરેકના આંખમાં આંસુ સાથે અશ્રુભીની સંયમીને વિદાય આપી હતી. જ્યારે અંકિતના હાથમાં વિજયરત્ન સુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબે રજોહરણ હાથમાં આપતા જાણે તેને પ્રભુ સાથે મિલન થયો હોય તેવો આનંદ થયો હતો અને આ ઉત્સાહમાં નાચી ઉઠ્યા હતા ત્યારબાદ લોચન વિધિ થઈ હતી. આજથી મુમુક્ષુ અંકિતકુમાર દીક્ષા લઈને તેના સંયમી જીવનમાં અહોભાવ સુંદરવિજયજી મહારાજ સાહેબ તરીકે પ્રયાણ કરશે.નેત્રંગ નગરને વધુ એક જૈનમુનિ મળ્યા છે જે ગામનું અહોભાગ્ય છે .

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande